આણંદ આસપાસનો 10 km વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર - At This Time

આણંદ આસપાસનો 10 km વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર


આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઝાડા- ઉલટી ના ૨૫ જેટલા દર્દીઓ સારવાર હેઠળ

છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ૭૫ જેટલા ઝાડા- ઉલટી ના દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી
કલોરીન વાળું પાણી પીવા અને તાજો ખોરાક ખાવા નગરજનોને અનુરોધ

આણંદ શહેર વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે અને દૂષિત પાણી પીવાથી છેલ્લા ૧૫ દિવસથી ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે.

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ૭૫ જેટલા ઝાડા ઉલટીના દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી છે, તેમ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા એ જણાવ્યું છે.

તેમના જણાવ્યા મુજબ હાલ જનરલ હોસ્પિટલ ખાતે ૨૫ જેટલા દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી રહ્યા છે. જનરલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.

હોસ્પિટલ ખાતે ૨૪ x ૭ ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આઉટડોર પેશન્ટ તરીકે પણ ઝાડા ઉલટીના દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આણંદ શહેરી વિસ્તારના નગરજનો એ હાલ ક્લોરીન વાળું પાણી પીવું જોઈએ અને કોઈપણ વ્યક્તિને ઝાડા ઉલટી ની વધુ અસર જણાય તો તાત્કાલિક આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવવા પણ તેમણે વધુમાં જણાવ્યું છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.