જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા બાલવૃંદની રચના અને અમલીકરણ વર્કશોપ યોજાયો - At This Time

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા બાલવૃંદની રચના અને અમલીકરણ વર્કશોપ યોજાયો


શહેરા

આજ રોજ તારીખ 8/8/24 ના રોજ પંચમહાલ જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને ઉચ્ચતર પ્રાથમિક શાળા શાળાઓમાં બાલવૃંદની રચના તથા અસરકારક અમલીકરણ થાય તે માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. NEP 2020 અંતર્ગત ગુણવત્તાલક્ષી શિક્ષણ તથા કલા અને રમત આધારિત શિક્ષણ બાળકો મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા દરેક શાળામાં બાલ વૃંદ ની રચના માટે ભલામણ કરવામાં આવી છે. આ બાલવૃંદ અંતર્ગત દરેક શાળામાં વિદ્યાર્થીઓને ચાર જૂથમાં વહેંચવામાં આવે છે અને શાળાની શૈક્ષણિક તથા સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરાવવામાં આવે છે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય. આ દરેક પ્રવૃત્તિઓમાં બાળકો યોગ્ય રીતે ભાગ લે તે માટે દરેક જૂથમાં મેન્ટર શિક્ષક પણ મૂકવામાં આવે છે. બાલવૃંદ અંતર્ગત શાળામાં સમગ્ર આયોજન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ સમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા થયેલ બાલવૃંદના પરિપત્રની સમજ તજજ્ઞ રાઠોડ નિતેશકુમાર ખુમાનસિંહ દ્વારા આપવામાં આવી. પંચમહાલ જિલ્લામાં આ પ્રોજેક્ટ ખૂબ જ અસરકારક રીતે ચાલે છે તેવી નવા નદીસર પ્રાથમિક શાળામાંથી આવેલ તજજ્ઞ શિક્ષક ગોપાલભાઈ અને શાંતિલાલભાઈ દ્વારા તેમની શાળામાં આ પ્રોજેક્ટના અમલીકરણ માટેની વિગતે ચર્ચા કરવામાં આવી. નવા નદીસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધનુષ અને પ્રિયાંસી જે હાલ બાલવૃંદ અંતર્ગત પ્રમુખ અને ઉપ પ્રમુખ ની કામગીરી કરી રહ્યા છે તે પૈકી બે બાળકો દ્વારા પણ તેમની કામગીરી અંગે શિક્ષકો સમક્ષ વાત કરવામાં આવી. શેખપુર પ્રાથમિક શાળા માંથી આવેલ તજજ્ઞ જાવેદભાઈ દ્વારા બાલવૃંદના જૂથો પાસે કઈ કઈ અન્ય કામગીરી કરાવી શકાય તેની વિગતે ચર્ચા કરવામાં આવી. આમ સમગ્ર બાલવૃંદ પ્રોજેક્ટમાં બાળકોને કઈ રીતે સાંકળી શકાય તથા તેઓના સર્વાંગી વિકાસ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે તમામ બાબતની ચર્ચા આ એક દિવસીય વર્કશોપમાં કરવામાં આવી.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.