કારખાનેદારના માણસ પાસે ખંડણી માંગી ધમકી આપી: ડેલા અને બાઇકમાં તોડફોડ
ભગવતીપરામાં કારખાનેદારના માણસ પાસે ખંડણી માંગી ધમકી આપી ડેલા અને બાઇકમાં તોડફોડ કરતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં અમિત બોરીચા નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ભગવતીપરા સુખસાગર સોસાયટી શેરી નં.-02 માં રહેતાં કૈયુમભાઈ આશીફભાઈ કુરેશી (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમીત બોરીચા (રહે. ભગવતીપરા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેમને ભગવતીપરા બંધુલીલા સ્કુલની બાજુમાં ગેબી સીલ્વર એન્ડ કાસ્ટીંગ નામનું કારખાનુ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવે છે.
તે કારખાનામાં છેલ્લા નવેક મહિનાથી સેરફુલભાઈ શેખ તથા તેનો દિકરો શાહરૂખ શેખ મજુરી કામ કરે છે અને શાહરૂખ કારખાનામાં અને સેરફુલભાઈ કારખાનાની નજીકમાં ભાડેથી રહે છે.
ગઈકાલે સવારે સાડા દશેક વાગ્યેતેઓ કારખાને હતાં ત્યારે મારે ત્યા કામ કરતા સેરફુલભાઈએ જણાવેલ કે, તેમની શેરીમા રહેરો અમીત બોરીચા ઘસી આવેલ અને પૈસાની માંગણી કરેલ અને તેને પૈસા નહી આપતા મને ફડાકા ઝીંકી દિધેલ અને કહેલ કે, અહી રહેવુ હોય તો મને પૈસા આપવા પડશે તેમ ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ મકાન માલીક ભરણભાઈ મઠીયાને વાત કરતાં અમીતને કારખાના પાસે બોલાવેલ અને ફરીવાર આવુ નહી કરવા અમીતને સમજાવી સમાધાન કરાવેલ હતું.
જે બાદ બપોરના સમયે તેઓ અને સેરફુલભાઈ કારખાનની ડેલીની બહાર ઉભા હતા ત્યારે અમીત બોરીચા તથા તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો રીક્ષામા ઘસી આવેલ અને અમીત બોરીચાએ કહેલ કે, તે અમારા સગાને સવારના ઝઘડા બાબતે કેમ જાણ કરી તેમ કહી ગાળો આપવા લાગેલ જેથી તેને ગાળો આપવાની ના પડતા અમીત બોરીચાએ કહેલ કે, હવે તો તું વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ જેથી તેઓ ભયના માર્યા કારખાનામા જતા રહેલ અને ડેલી બંધ કરી દીધેલ હતી.
જેથી તેણે કારખાનાની લોખંડની ડેલીમા તથા એકસેસમાં આગળના ભાગે લોખંડના પાઇપ વડે ઘોબા પાડી નુકશાની કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
