જસદણમાં પોલીસ તંત્રના પાપે મેઈન બજારમાં લારીવાળાનો વધતો જતો ત્રાસ.
લારીવાળા મનફાવે ત્યાં લારીઓ ઉભી રાખી દેતા હોવાથી રસ્તો સાંકડો બની જતા ટ્રાફિક સમસ્યા વકરે છે.
જસદણની મેઈન બજારથી માંડીને શાકમાર્કેટ સુધીમાં દરરોજ ઓછામાં ઓછી 50 જેટલી લારીઓ મનફાવે ત્યાં ઉભી રહેતી હોય છે. જેના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે. એક બાજુ જસદણની મેઈન બજાર અતિ સાંકડી છે જેમાં ખરીદી કરનારાઓ પણ માંડ-માંડ ચાલીને પસાર થાય છે. ત્યારે લારીઓવાળા મનફાવે ત્યાં લારીઓ ઉભી રાખી દેતા હોવાથી ગૃહિણીઓ તેમજ વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જસદણની મેઈન બજારમાં કિંમતી દુકાનો ખરીદનાર વેપારીઓ પોતાની દુકાન ઉપર જેટલો વેપાર નથી કરી શકતા તેટલો વેપાર આ ગેરકાયદેસર ઉભા રહેતા લારીવાળાઓ કરી રહ્યા છે. લારીવાળાઓ રોડની વચોવચ પોતાની લારીઓ ઉભી રાખી દેતા હોવાથી દરરોજ ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળે છે. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો નિવેડો લાવી મેઈન બજારમાં થતું ટ્રાફિક જામ અને લારીવાળાનો વધતો જતો ત્રાસ દુર કરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની માંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.