ગાંધીનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ કરી 700 કિલોથી વધુ અખાદ્ય વસ્તુઓનો નાશ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અધિક શ્રાવણ મહિનાનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી દરમિયાન 797 દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટનું ચેકિંગ કરીને 362ને નોટિસ ફટકારી છે. રૂ. 97400નો દંડ વસૂલ કરાયો છે અને 559 લાયસન્સ ઈસ્યુ કરાયા છે. 705 કિલો તેમજ 549 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.