મારામારીનો વિડીયો ઉતારી રહેલાં રીક્ષા ચાલક પર ચક્કીબાપુ અને તેના પરીવારનો હુમલો
ઢેબર રોડ પર અજંતા ફર્નીચર પાસે મારામારીનો વિડીયો ઉતારી રહેલાં રીક્ષા ચાલક પર ચક્કીબાપુ અને તેના પરીવારે દાંતરડું ઝીંકી બેફામ ઢીકાપાટુનો મારમારતા રીક્ષા ચાલકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે જંગલેશ્વર મેઇન રોડ પર જંગલેશ્વરમાં લેઉઆ પટેલ સોસાયટીમાં રહેતાં ઈરફાનભાઇ ઇસ્માઇલભાઈ સુમરા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચક્કીબાપુ તેમના પિતા અને તેના અન્ય ત્રણ ભાઈઓના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના સાડા નવ વાગ્યાની આસપાસ પોતાની રીક્ષા નં.GJ-03-BU-5408 પેસેન્જર રીક્ષા ઢેબર રોડ લક્ષ્મી હોટલ સામે લઈ ઉભો હતો.
ત્યારે તેની બાજુમાં આવેલ અજંતા ફર્નીચર પાસે ઝઘડો ચાલુ હતો ત્યાં જોવા માટે ગયેલ હતો. ત્યાં જોયેલ તો ચક્કી બાપુ તેમના પિતા અને તેના અન્ય ત્રણ ભાઈઓ કોઈ કાર ચાલક સાથે બોલાચાલી કરતા હતા. જેથી તેને ચક્કીબાપુને કહેલ કે જવા દયો તો ચક્કીબાપુએ વાત પર ધ્યાન આપેલ નહી.
દરમિયાન તેના હાથમાં દાતરડું હતું. જેથી તે ઘટનાનો વિડીયો ઉતારવા લાગેલ તો ચકકી બાપુ અને તેનો એક ભાઈ તેને વિડીયો ઉતારતા જોઈ તેમની પાસે આવેલ અને ચકકી બાપુએ કહેલ કે, વિડીયો શું કામ ઉતારે છે, આ વિડીયો ડીલીટ કરી નાંખ કહેતાં તેમને ના પાડેલા અને પોલીસને આ વિડીયો બતાવીશ તેમ કહેતાં ચકકી બાપુએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેના હાથમાં રહેલ દાતરડું માથાના ભાગે ઊંધું મારી દીધેલ હતું.
તેમજ આરોપીઓ ફોન લેવાં આવતાં તેને ફોન ન આપતા આરોપીઓ વિડીયો ડીલીટ કરવાનું કહી ઢીકકાપાટુનો માર મારવા લાગેલ હતાં. તેમજ ત્યાં ચક્કીબાપુના પિતા અને અન્ય બે ભાઈઓ પણ આવી ગયેલ અને તે પણ બેફામ માર મારવા લાગ્યાં હતા. ઢીકાપાટુના મારથી તે નીચે પડી ગયેલ હતો. બાદમાં તેમને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
