માળીયા હાટીના રેલ્વે ફટકમાં લાંબા સમયની માંગ બાદ બનાવવાના આવેલ અંદર બ્રીજના લોકાર્પણ પહેલા કાકરા ઉખડવા લાગતા ભ્રષ્ટાચાર નો સ્થાનિકો નો આક્ષેપ.
માળીયા હાટીના શહેર માં વર્ષોથી રેલ્વે ફાટક દિવસમાં વારંવાર બંધ થતો હોય શહેરમાંથી બહાર જવા માટે તેમજ મેડિકલ ઇમરજન્સી વખતે પણ તકલીફ પડતી હોય અંડરબ્રીજની લાંબા વખતની માંગ બાદ સહકારી ક્ષેત્રના આગેવાનો લક્ષ્મણભાઈ યાદવે ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક અંડરબ્રિજ પાસ કરવી કામ ચાલુ કરાવ્યું હતું જે હાલમાં પૂર્ણ થયું હોય અને આ અંડર બ્રીજનું હજુ લોકાર્પણ પણ થયું નથી ત્યાજ આ બ્રીજમાં કાકરા ખરવા લાગતા સ્થાનિકોમાં રોષ સાથે આ બ્રિજમાં કોન્ટ્રાકટર દ્વારા લોટ પાણી જ વપરાયા હોય અને ગુણવતા વિહીન બન્યો હોવાની ચર્ચાઓ ચાલી છે તો બીજી તરફ ચાલુ ફટકમા પણ મોટો બમ્પ મૂકવામાં આવ્યો હોય નાના વાહનો માં નુકસાની થાય અને બમ્પ પરથી પસાર થતા અકસ્માત નો ભય રહે છે ત્યારે હવે સ્થાનિક રાજકીય આગેવાન કે વિરોધ પક્ષના કોઈ સામે આવી પ્રજા ના દુઃખ દૂર કરશે કે કેમ ?
હાલ તો માળિયા શહેરની પ્રજા રામ ભરોસે હોય એવું લાગે છે
આજે મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા આબાબતે લક્ષ્મણભાઈ યાદવનો સંપર્ક કરી માહિતીગાર કરતા તેઓએ જણાવ્યું હતું કે ને આ બાબતે રેલ્વેના અધિકારીઓને લેખિતમાં જાણ કરતા રેલ્વેના અધિકારી દ્વારા ઉપરોક્ત બાબતે તપાસ કરી યોગ્ય અને ગુણવતા સભર કામની ખાતરી બાદ જ લોકાર્પણ કરીશું તેવી ધરપત આપી છે તેવું જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.