અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ.
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે જે અંતગર્ત આજે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.અરવલ્લીમાં એક જિલ્લા કક્ષાનો અન્ય તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.જેમાં અલગ અલગ વિભાગીય સૂચનો કરવામાં આવ્યા અને યોગ દિવસનું આયોજન સુચારુરૂપે કરવામાં આવે તેવું જણાવ્યું.તેમજ અરવલ્લી જિલ્લાના અનેક NGO,અન્ય સંસ્થાઓ અને યોગ એક્સપર્ટ્સને વધારે લોકો સહભાગી બને તે માટે સહકાર આપવા જણાવ્યું.
"યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત વિશે નથી, પરંતુ તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરીએ." આવ વિચાર સાથે વડાપ્રધાનશ્રીએ યોગનું મહત્વ દુનિયાને સમજાવ્યું હતું. યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ ભારતના વડા પ્રધાન મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો ત્યારથી આપણે યોગ દિવસની ઉજવણી કરીએ છીએ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,નિવાસી અધિક કલેક્ટરશ્રી,DRDA ડાયરેક્ટરશ્રી,રમત ગમતવિભાગનાઅધિકારીશ્રી,મામલતદારશ્રીઓ,ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ અને અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.