બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ખરાડી સાહેબ અને જીલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં આગામની સમયમાં આવનારા તહેવારો જેમ કે રમજાનઈદ અને રામ નોઉમીના તહેવારોને ધ્યાને લઈ શહેરનું વાતાવરણ ન ડોહળાય તે માટે વિવિધ સંસ્થાના આગેવો અને દરેક સમાજ ના આવેગાવો ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા વિચારણા અને રજુઆતો કરવામાં આવી હતી.
(1) રજૂઆત
પાળીયાદ રોડ ઉપર બે ફામ ચલાવતા વાહન ચાલકો અને આવારા તત્વો દ્વારા જાહેર માં સ્ટન્ટ કરતા હોવાની જરૂઆત કરવામાં આવી જેમાં ગોકુલ મેડિકલ થી લઈને ત્રિકોણ ખોડિયાર લગીન માં પોલીસ ને પેટ્રોલિંગ કરવાની રજુઆત કરવામાં આવી
(2) તુરખા રોડ ગગજી ની ઝૂંપડી પાસે સાંજે માર્કેટ ભરાતી હોય ત્યારે આવારા તત્વો દ્વારા આટા ફેરા અને રોમિયો ગીરી કરતા સક્સો સામે પગલાં લેવા અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામ આવે તેવી રજુઆત કરવામાં આવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.