“પાકા ઘડે કાંઠા ન ચડે” કાચબા ગતિ એ ન્યાય તારીખ પે તારીખ સુપ્રીમ દ્વારા વારંવાર વ્યવસ્થા તંત્ર ની આલોચના સરકાર ને સાંભળી લેવા આદત પડી ગઈ છે દેશમાં ગટરની સફાઈ દરમિયાન મૃત્યુની ઘટનાઓને ગંભીરતાથી લેતા સુપ્રીમ કૉર્ટે શુક્રવારે કહ્યું કે સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૩૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.
"પાકા ઘડે કાંઠા ન ચડે"
કાચબા ગતિ એ ન્યાય તારીખ પે તારીખ સુપ્રીમ દ્વારા વારંવાર વ્યવસ્થા તંત્ર ની આલોચના સરકાર ને સાંભળી લેવા આદત પડી ગઈ છે
સર્વોચ્ચ ન્યાયાલય માં ૭૦ હજાર મહત્વ ના કેસો દેશ ની કોર્ટો માં પાંચ કરોડ કેસો પેન્ડિગ ૪૩ વર્ષ જુના કેસ ના ચુકાદા સમયે ચિંતા વ્યક્ત કરતી સર્વોચ્ચ ન્યાયાલય સુપીમ ની વારંવાર વ્યવસ્થા તંત્ર સામે ટકોર આલોચના થી સરકાર પણ ટેવાઈ ગઈ ગાઈડ લાયન્સ માટે કેસ ના નિકાલ કે ડાયરેક્શન માટે દાખલ થતી ફરિયાદો માં ઉપલી અદાલત ડે ટુ ડે કેસ ચલાવવા ભલે આદેશ આપે કે ફાસ્ટ ટ્રેક માં કેસ ચલાવવા કહે પણ બિન જરૂરી તુમાર એ ન્યાય પાલિકા ની મુખ્ય ઓળખ બની ગઈ છે તારીખ પે તારીખ વર્ષો કે દાયકા ઓ સુધી કેસો લંબાવી વાદી કે પ્રતિવાદી હારી થાકી ન જાય ત્યાં સુધી માનસિક યાતના આપતી વ્યવસ્થા ઠકવી દેતી ન્યાય પ્રક્રિયા માંથી પસાર થવું ન્યાય પાલિકા ઉપર થી આમ સામાન્ય જનતા નો વિશ્વાસ ઉઠી રહ્યો છે નીઠારી હત્યાકાંડ કોલી અને પંઢેર ની ફાંસી રદ કરતો હુકમ એ ન્યાય પાલિકા ના પાયા હલાવી દેતી બાબત લહવાય ૧૭ વર્ષ પહેલાં ૧૯ યુવતી ની બળાત્કાર બાદ હત્યા અને અતિ ધૃણાસ્પદ મૃતદેહ સાથે સેક્સ જેવા અશમય અપરાધ માં કોથળા ભરી કંકાલ ડી એન એ વૈજ્ઞાનિક પુરાવા પછી પણ શંકા નો લાભ આપી નિર્દોષ છોડી મુકતો આદેશ કરાયો ન્યાય પાલિકા ઉપર આમ સામાન્ય જનતા નો વિશ્વાસ ઉઠી જાય ક્યારેય કોઈ કેસ કરવા કરાવવા થી દુર રહે તેવો આતે કેવો ન્યાય ? કરોડો કેસો પડતર રાખવા બિન જરૂરી તુમાર ચાર્જશીટ દાખલ કરવા માં વારંવાર તપાસ અધૂરી હોવા ના કારણો આપી મુદતો મેળવળતી રહેવી મહત્વ ના પુરાવા કોર્ટ સમક્ષ રજુ ન કરવા નીચલી કોર્ટો માં ચાલતા કેસ માં સ્ટે મેળવી ઈરાદા સામે ન્યાય પાલિકા ની ટકોર વ્યર્થ પાકા ઘડે કાંઠા ન ચડે ગટર સાફ કરતી વખતે જીવ ગુમાવનારા કામદારોના પરિવારોને ૩૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવો સુપ્રીમ કૉર્ટ ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ૩૪૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે ચુકાદો સંભળાવતા સુપ્રીમ કૉર્ટે આદેશ આપ્યો છે કે, જો ગટર સાફ કરતી વખતે કોઈ સફાઈ કામદારનું મૃત્યુ થાય છે તો સરકારી અધિકારીઓએ તેના પરિવારને ૩૦ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.
દેશમાં ગટરની સફાઈ દરમિયાન મૃત્યુની ઘટનાઓને ગંભીરતાથી લેતા સુપ્રીમ કૉર્ટે શુક્રવારે કહ્યું કે સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૩૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, ગટર સાફ કરતી વખતે કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને લઘુત્તમ વળતર તરીકે રૂ. ૨૦ લાખ ચૂકવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, માથે મેલું ઉપાડવાની પ્રથા(મેન્યુઅલ સ્કેવેન્કિંગ) સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.આ મામલામાં ચુકાદો આપતી વખતે જસ્ટિસ ભટે કહ્યું કે, જો સફાઈ કામદાર અન્ય વિકલાંગતાથી પીડિત હોય તો અધિકારીઓએ ૧૦ લાખ રૂપિયા સુધી ચૂકવવા પડશે. આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કૉર્ટે ઘણી સૂચનાઓ જારી કરી હતી, જેને વાંચવામાં આવી ન હતી. બેન્ચે નિર્દેશ આપ્યો .
હતો કે, આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા માટે સરકારી ઍજન્સીઓએ સંકલન કરવું જોઈએ અને વધુમાં હાઇ કૉર્ટને ગટર-મૃત્યુ સંબંધિત કેસોની દેખરેખ કરતા અટકાવવી જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે, આ નિર્ણય જાહેર હિતની અરજી પર આવ્યો છે. આ અંગે વિગતવાર ઑર્ડર આવવાના બાકી છે.જુલાઈ ૨૦૨૨માં લોકસભામાં ટાંકવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ઓછામાં ઓછા ૩૪૭ લોકો મૃત્યુ પામ્યાં છે, જેમાં ૪૦ ટકા મૃત્યુ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીમાં થયાં છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આવા જ એક કેસમાં દિલ્લી હાઇ કૉર્ટે પણ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. ગયા વર્ષે ગટરની અંદર મૃત્યુ પામેલા બે લોકોના પરિવારો પ્રત્યે દિલ્લી ડેવલપમેન્ટ ઑથોરિટીના સંપૂર્ણપણે અસંવેદનશીલ વલણ પર ખેદ વ્યક્ત કરતા દિલ્લી હાઇ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, શરમથી મારું માથું ઝુકી ગયું છું. હાઇ કૉર્ટ તેના ૬ ઑક્ટોબર, ૨૦૨૨ના આદેશનું પાલન ન કરવા બદલ ગુસ્સે થઈ હતી. તે આદેશમાં દિલ્લી ડેવલપમેન્ટ ઑથોરિટીને મૃતકોના પરિવારોને વળતર તરીકે ૧૦-૧૦ લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો આપણે ત્યાં બીજો કોઈ બનાવ બંને ત્યાં સુધી માં જૂનો બનાવ ભૂલી જવાય તેવા બિન જરૂરી તુમાર ધ્યાન ભટકાવી દેતી કોઈ બાબતો નવો વિવાદ ઉભો કરી અસમંજસ ઉભી કરાય છે રાય નો પર્વત બનાવી દેવાય છે ફરિયાદી ઓને આરોપી બનાવી દેતી વ્યવસ્થા ન્યાય માટે નાસીપાસ ટટળતાં લાચાર ગરીબ માટે સને ૧૯૮૭ થી રાષ્ટ્રીય કાનૂની સેવા દિન ઉજવાય છે સમાન ન્યાય સર્વ ને ન્યાય ના ઉજવા ઉદ્દેશ પ્રવચનો શિબિરો યોજાય મોટી મોટી વાતો પછી ન્યાય તો પાકા ઘડે કાંઠા ચડાવવા જેવો હોય છે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.