સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાત્રા સાથે છેડતીનો પ્રયાસ: ટી-શર્ટ ફાડી નાખ્યું - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાત્રા સાથે છેડતીનો પ્રયાસ: ટી-શર્ટ ફાડી નાખ્યું


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો વિવાદોમાં અને ચર્ચામાં રહેવા માટે પ્રખ્યાત છે. ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે છેડતીનો પ્રયાસ કરી ટી-શર્ટ ફાડી નાંખવાનો બનાવ સામે આવતા પોલીસ દોડી ગઈ હતી અને સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ ગઈ સાંજે સાત વાગ્યાની આસપાસ મુંજકા ગામે આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ચાર યુવતીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાછળ આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગઈ હતી.
દરમીયાન યુવતીઓ મંદિર નજીક હતી ત્યારે બાઈકમાં ધસી ગયેલ બે યુવકોએ ચાર યુવતીઓમાંથી એક યુવતીની છેડતી કરી ટી-શર્ટ ફાડી નાંખી બન્ને શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા.
બાદમાં યુવતીઓ પોલીસ મથકે ધસી ગઈ હતી અને બનાવ અંગે જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી છેડતીનો પ્રયાસ કરનાર બન્ને યુવકોની તપાસ હાથ ધરી હતી.
બનાવની જાણ થતાં વિદ્યાર્થી સંગઠનો એકઠા થયા હતા. હાલ બનાવ સમયે સાંજનો સમય હોવાથી સીસીટીવી ફુટેજમાં બાઈકમાં આવેલ શખ્સોની ઓળખ ન થતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.