વેરાવળ શહેર. માં નિઃશુલ્ક કપડાં વિતરણ
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી
વેરાવળ શહેર. માં
નિઃશુલ્ક કપડાં વિતરણ
એક દિવાળી માનવતાની વેરાવળ
(બિનરાજકીય અને જાતિ ના ભેદભાવ વગર નું ગ્રુપ )
આપ સહુ ને જણાવતા આનંદ થાય છે કે ઉના તાલુકા માં છેલા 9 વર્ષ થી કાર્યરત ગ્રુપ એક દિવાળી માનવતા ની ઉના આ વર્ષે આપના શહેર વેરાવળ ટાવર ચોક માં જરૂરિયાતમંદ લોકો માટે દિવાળી માં અમારા કર્મ સૂત્રો ની જે અમારી પહેલ છે તે મુજબ પહેલ અંતર્ગત "આપ ની પાસે વધારે હોય તે અમને આપી જાઓ અને આપ ને જરૂર હોય એ લઈ જાઓ" ને સફળ બનાવવા આપ સૌના સહકાર ની અપેક્ષા સાથે જરૂરિયાત મંદ લોકો ને કપડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત રહી અને ગરીબ લોકોને કપડા વિતરણ કરતા શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઇ કુહાડા, વેરાવળ પોલીસ અધિકારી, ઉનાના રાધે ભાઈ જોશી, કમલેશભાઈ ચંદાણી જીગ્નેશભાઈ દેસાઈ, ગીર ગધરાના ભરતભાઈ ગંગદેવ, વેરાવળના ગૌરવ ગીરી ગોસ્વામી, ચિરાગભાઈ ગૌસ્વામી, યશભાઈ ગૌસ્વામી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
