દુધની ગરમ તપેલી માથે પડતાં દાઝી જતાં ત્રણ વર્ષના બાળક નુમોત - At This Time

દુધની ગરમ તપેલી માથે પડતાં દાઝી જતાં ત્રણ વર્ષના બાળક નુમોત


શહેરનાં દૂધ સાગર રોડ પર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં ત્રણ વર્ષના બાળક પર દુધની ગરમ તપેલી પડતાં દાઝી જતાં સારવારમાં દમ તોડી દિધો હતો. બનાવ પગલે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દૂધ સાગર રોડ પર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં કૃણાલભાઈ તિવારીનો ત્રણ વર્ષિય પુત્ર મિહિર તિવારી ગત તા.27/9 ના રોજ ઘરે રમતા રમતાં ગરમ દૂધની તપેલીને અડી જતાં તપેલી માથે પડતાં દાઝી જતાં બાળકને જીનેસિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જેને સારવાર દરમિયાન દમ તોડી દેતાં બાળકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. મૃતક બાળક બે ભાઈમાં મોટો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.