શ્રી ચિત્રકુટ ધામમાં શ્રી વડોદરા મહિલા મંડળ દ્વારા ગઢપુરનાં સંતો મુખે શ્રી રામ કથા અને યાત્રા - At This Time

શ્રી ચિત્રકુટ ધામમાં શ્રી વડોદરા મહિલા મંડળ દ્વારા ગઢપુરનાં સંતો મુખે શ્રી રામ કથા અને યાત્રા


શ્રી ચિત્રકુટ ધામમાં શ્રી વડોદરા મહિલા મંડળ દ્વારા ગઢપુરનાં સંતો મુખે શ્રી રામ કથા અને યાત્રા

વડોદરા વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પુ. શ્રી ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી પ.પુ.૧૦૮ ભાવિ આચાર્યશ્રી.શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજ શ્રી તથા પ પુ.અ.સૌ.ગાદી વાળા માતૃશ્રી તથા શ્રી બચુબાશ્રી તથા શ્રી લાલીરાજાશ્રીનાં સાંનિધ્યમાં તા.૧૯ થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ગઢપુરનાં સાંખ્યયોગી શ્રી રમિલાબેન ની પ્રેરણાથી
ગઢપુરનાં કો. શા. સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજીનાં માર્ગદર્શન હેઠળ ગઢપુર મંદિરના સ્વામી છપૈયાપ્રકાશદાસજીનાં વક્તાપદે શ્રી ચિત્રકુટ ધામ (મધ્ય પ્રદેશ) ખાતે શ્રીરામ કથા કરવામાં આવી હતી.સાથે ભગવાન શ્રી રામચંદ્રજી શ્રીસીતાજી શ્રી લક્ષ્મણજી સાથે ૧૧ વર્ષ ૬ મહિના સુધી રહ્યા હતા, તે કામદગીરી પર્વત પરીક્રમા કરી તથા શ્રી લક્ષ્મણજી પહાડી શ્રી હનુમાનજી મહારાજ વિશ્રામ કર્યો તે હનુમાન ધારા પર્વત , ગુપ્ત ગોદાવરી, શ્રી અનસુયા આશ્રમ, મંદાકીની ગંગા રામઘાટ, સ્ફટિક શીલા, જાનકી કુંડ, આદિ સ્થાનોમાં ધર્મકુળ સાથે સંતો, હરિભક્તો એ યાત્રા કરી હતી. પ.પુ.શ્રીલાલજીમહારાજના સાંનિધ્યમાં શ્રી ચિત્રકુટ ધામ માં નિવાસ કરતાં તપોનીધી સંતો મહંતો મઠાધિશો નું આ કથામાં તારીખ ૨૩ /૦૯/૨૪
નાં બપોરે ૫-૦૦ થી ૮-૦૦ સનાતન ધર્મ સત્સંગ સભા રાખવાં આવી હતી જેમાં શ્રી કામતાનાથ પ્રમુખ દ્વાર પીઠાધીશ પ.પુ. શ્રી ડો. મદનગોપાલદાસજી મહારાજશ્રી તથા સનકાદિક નગરનાં પુજ્ય મહંત શ્રીસનકાદિકમહારાજશ્રી તથા શ્રી સંતોષી અખાડાનાં પૂજ્ય મહંત શ્રીરામજીદાસમહારાજશ્રી તથા શ્રી ભરત મંદિર દિગંબર અખાડાના મહંત શ્રી દિવ્યજીવનદાસજી મહારાજશ્રી તથા જાનકી મહેલનાં મહંત શ્રી સીતાશરણમહારાજશ્રી તથા જાનકીકુંડનાં મહંતશ્રી તથા શ્રી રામાનંદ આશ્રમનાં મહંત શ્રીબલરામદાસજીમહારાજ શ્રી તથા પંજાબી આશ્રમ નાં મહંત શ્રી દિનેશદાસજીમહારાજ તથા સુદામા કુટીરનાં મહંતશ્રી તથા ગૌઘાટ આશ્રમનાં મહંત 108 શ્રી સીયાચરણદાસજી મહારાજ તથા શ્રી ભરત આશ્રમનાં મહંત શ્રી ભરતદાસજીમહારાજ તથા બ્રહ્મપુરી આશ્રમનાં મહંત મહામંડલેશ્વર.શ્રીરામનરેશદાસજી આદિક ચિત્રકુટનાં આશ્રમો અને મંદિરો નાં ૭૦ જેટલા સંતો મહંતો મઠાધિશો પધાર્યા હતા અને સુંદર ધર્મ લાભ આપ્યો હતો આ સભાનું સંચાલન પ્રસિદ્ધ કથાકાર શ્રી રામાયણ કુટીર નાં મહંત શ્રી રામહ્રદયદાસજી મહારાજ શ્રી એ કર્યું હતું. ચિત્રકુટ ધામ વડોદરા મહિલા મંડળ સાથે શ્રી સાંખ્યયોગી બહેનોએ પધારી મહિલાઓનો સત્સંગ નો લાભ આપ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.