ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા.શાળા બોટાદના શિક્ષકશ્રીનું રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે "ડૉ સર્વપલ્લી રાધકૃષ્ણન્ રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન એવોર્ડ" થી થનાર સન્માન - At This Time

ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા.શાળા બોટાદના શિક્ષકશ્રીનું રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે “ડૉ સર્વપલ્લી રાધકૃષ્ણન્ રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન એવોર્ડ” થી થનાર સન્માન


ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા.શાળા બોટાદના શિક્ષકશ્રીનું રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે "ડૉ સર્વપલ્લી રાધકૃષ્ણન્ રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન એવોર્ડ" થી થનાર સન્માન

શિક્ષણએ જ્ઞાનની સતત વહેતી જ્ઞાનધારા છે અને શિક્ષણની વિકાસની જ્યોત સતત પ્ર્જવલિત રહે અને બાળકો તેના દ્વારા ઉત્મ શિક્ષણ મેળવે તે હેતુથી શાળાના કર્મઠ શિક્ષકો કાર્યકરતા હોય છે ત્યારે બોટાદ શહેરમાં આવેલ નગર પ્રા શાળા નં 24 સરકારી શાળા બોટાદ માં બાળકોની સેવા અને ઉતમ શાળાનું નિર્માણ થાય તે હેતુ પ્રયત્નશીલ એવા શિક્ષકશ્રી નરેન્દ્રસિંહ સોલકીનું કર્ણાટક અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી નાવીન્યપૂર્ણ કામ કરતા રાજ્યકક્ષાએ પસંદગી પામેલ ઈનોવેટિવ શિક્ષક તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને "ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન એવોર્ડ "એનાયત કરવામાં આવે છે ત્યારે સમગ્ર ભારતમાંથી 120 જેટલા પસંદગી પામેલ શિક્ષકો માંથી બોટાદ શહેરની સરકારી પ્રા શાળા શ્રી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રાથમિક શાળા નંબર 24 બોટાદ ના શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ બળવંતસિંહ સોલંકી ને તા.10/ 9 /2023 ના રોજ ઊંઝા ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. નરેન્દ્રસિંહએ શિક્ષણક્ષેત્રે ઇનોવેશન ,સંશોધનો કરીને બાળકોને જીવંત અને પ્રત્યક્ષ શિક્ષણ આપવાના પ્રયાસો કર્યા છે.વિવિધ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને વિદ્યાર્થીઓની જીજ્ઞાસાવૃત્તિ ને ખીલવી રસપ્રદ શિક્ષણ આપવાની કામગીરી સાથે બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્ર, અભિનય ,સંગીત , વાદ્ય ,નિબંધ ,કાવ્ય તેમજ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ, પિકનિક, અભિનય ગીતો, રમકડાં સર્જન.પ્રકૃતિ ની ખીલવણી તેમજ દિન વિશેષ ઉજવણીઓ કરાવેલ છે. આ માટે તેમને અનેક સંસ્થા, ટ્રસ્ટ અને વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં રહીને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો કર્યા છે. બોટાદ શાયરના સરકારી શાળામાં કાર્ય કરતા શિક્ષકની નોંધ લઇને ઉતમ કામગીરી બદલ પુરસ્કાર માટે પસંદગી કરતા સમગ્ર બોટાદ જિલ્લા શિક્ષણ પરિવારનું ગોરવ અપાવવા બદલ સમગ્ર ટીમ મંથન - ગુજરાતના આયોજક અને સમગ્ર ટીમનો શિક્ષણ પરિવાર વતી આભાર . વ્યક્ત કરવામાં આવેલ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.