ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી


ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૨ મી ડિસેમ્બરે ભારતના ગણિતના મહાન વિદ્વાન શ્રીનિવાસન રામાનુજનના જન્મદિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના સયુંકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું.

સાયન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય ગણિત દિવસમા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે ઓડિટોરિયમાં રાષ્ટ્રીય ગણિત દિવસ વિષે જાણકારી આપતી એક ફિલ્મનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે ઇનટ્રેક્ટિવ સેશનમાં એક સ્પર્ધાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્ય્રક્રમ દરમ્યાન શ્રી હષિલ પંડ્યા દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે વિધાર્થીઓને ગણિત વિષય પર અવનવી જાણકારી આપવા માટે લેક્ચરનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણી દરમ્યાન એક સ્પર્ધાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણિતના પઝલ ગોઠવવામાં આવ્યા હતા. આ આયોજનમા ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો.

આ સમગ્ર આયોજન શ્રી રાજદીપસિંહ ઝાલા, શ્રી રામગોપાલ, જિન્કલબેન રાઠોડ, રતનબેન કટકીયા, અદિતિબેન જોષી, ઉર્મિલભાઈ રાવલ, રમેશભાઈ જોષી, હરષદભાઈ જોષી સયુંકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું.

રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ.ગિરિશ ગૌસ્વામીએ આવેલ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શ્રીનિવાસન રામાનુજનના જીવન અંગે જાણકારી આપીને સ્પર્ધામા વિજેતા ટીમને પુરસ્કાર સાથે આવેલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને મુલાકાતીઓએ ગુજરાત સ્ટેમ ક્વિઝ વિષયે માહિતી આપી હતી.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.