બોટાદ મુક્તિધામ અને શ્રી નવહથ્થા હનુમાનજી મંદિરે તા.૧૧/૭/૨૨ ના રોજ.. *બોટાદ જિલ્લા ખોડલધામ સમિતિ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…*
બોટાદ મુક્તિધામ અને શ્રી નવહથ્થા હનુમાનજી મંદિરે તા.૧૧/૭/૨૨ ના રોજ..
*બોટાદ જિલ્લા ખોડલધામ સમિતિ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો...*
ખોડલધામ ટસ્ટ્ર કાગવડ ના ચેરમનશ્રી નરેશભાઈ પટેલ ના ૫૭ માં જન્મ દિવસ ની રાજયભરમાં ૫૭ જગ્યા એ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ તેમજ વિવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનોખી રીતે ઉત્સાહ ભર ઉજવણી કરાઈ. જેમાં પર્યાવરણ જન જાગૃતિ..વધુ વૃક્ષો વાવો...વધુ વરસાદ લાવો હેતુ થી અનેક જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા . જેમાં બોટાદ મુક્તિધામ અને શ્રી નવહથ્થા હનુમાનજી મદિર પરિસરમાં તા.૧૧/૭/૨૨ ના રોજ શ્રી નરેશભાઇ પટેલ ના ૫૭ માં જન્મદિવસ નિમિત્તે વિવિધ ઔષધીય , પંખીઓ ના ખોરાક માટેના અને છાંયડા ના ૫૭ છોડ નું વૃક્ષા રોપણ કરેલ .આ પ્રસંગે શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ના મહંત પૂ. નિર્મળાનંદ સ્વામીજી , બોટાદ જિલ્લા ખોડલધામ સમિતિ ના કન્વીનર મુક્તિધામ ના પ્રણેતા - શ્રી સી.એલ.ભીકડીયા , સહ કન્વીનર જીવરાજ ભાઈ કળથીયા, આર.કે ઇટાલીયા , તાલુકા કન્વીનર શ્રી જગદીશ સવાણી , મનજીભાઈ કળથીયા , ડાયા ભાઈ કળથીયા , ભીમજી ભાઈ માંગુકિયા , લલિત કળથીયા , રાજુ ભાઇ કળથીયા , જાયન્ટ્સ સંસ્થા ના યુનિટ ડીરેક્ટર કેતન રોજેસરા , ઉપ પ્રમુખ ચંદુ ભાઇ સાવલિયા , પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા , દિપક માથુકિયા વગેરે ઉપસ્થિત રહી તેઓ ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.આ ઉમદા કાર્ય માં વન વિભાગ બોટાદ ના મહેન્દ્રસિંહ પાવરા નો સહયોગ પ્રાપ્ત થયેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.