સાવરકુંડલા બાયપાસ પાસે 58 X નંબરનું રેલ્વે ફાટકની સેફ્ટી દિવાલની નબળી ગુણવતા હોવાના આક્ષેપ કરતા સાવરકુંડલાનાં કોંગ્રેસના મહામંત્રી
- અમરેલીના સાવરકુંડલા બાયપાસ પાસે 58 x નંબરનું રેલ્વે ફાટક આવેલું છે આ રેલ્વે ફાટકની બંને સાઈડ સેફટી દિવાલ RCCની બનાવવામાં આવેલ છે આ સેફ્ટી દિવાલમાં નબળી કામગીરી થઇ હોવાના આક્ષેપ સાવરકુંડલા કોંગ્રેસના મહામંત્રી દ્વારા કરવામાં આવ્યા છે કોંગ્રેસના મહામંત્રી હિતેશભાઈ કહ્યું કે આની પહેલા પણ નબળી કામગિરિ બાબતે આ પ્રશ્ન ઉજાગર કરવામાં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા તાત્કાલિક એક દિવાલમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું અને ભ્રષ્ટાચાર છુપાવામાં આવ્યો હતો પરંતુ આ ચારે ચાર સેફ્ટી દિવાલમાં ખુબજ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો તેવો કોંગ્રેસના મંત્રીએ આક્ષેપ કર્યો હતો જો કોન્ટ્રાકટરો દ્વારા વારંવાર આવી જ રીતે કામ થતું રહેશે તો સરકારના પૈસાનો બેફામ વેડફાટ થશે જો આ ભ્રષ્ટાચાર સામાન્ય વ્યક્તિને દેખાઈ આવતો હોય તો આ ભ્રષ્ટાચાર કોઈ અધિકારી કે કોઈ રાજકીય વ્યક્તિને નહિ દેખાતો હોય કે પછી અધિકારીઓ કે રાજકીય વ્યક્તિઓ નજર અંદાજ કરતાં હશે કેમ કે દીવાલની કોઈપણ સાઈડ તમે જુઓ તો આરસીસી થી બનાવેલ દિવાલ કાચી દિવાલ જેવું દેખાય આવે છે તો આટલી હદ સુધી ભ્રષ્ટાચાર હોવા છતાં કોઈ અધિકારી કેમ પગલાં લેતા નથી અને અનેક વખત મીડિયામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું હોવા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી તો સાંસદ અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય પણ કેમ પગલાં લેતા નથી તો શું લોકોના પૈસાનો આવી જ રીતે વેડફાટ થતો રહે છે એ હવે આવનારો સમય બતાવશે
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.