રાજકોટ RTO કચેરીએ વધુ 472 વાહન ચાલકોને ઓવરસ્પિડ અને ભયજનક ડ્રાઇવિંગ કરતાં પકડયા - At This Time

રાજકોટ RTO કચેરીએ વધુ 472 વાહન ચાલકોને ઓવરસ્પિડ અને ભયજનક ડ્રાઇવિંગ કરતાં પકડયા


રાજકોટ જિલ્લામાં ધૂમસ્પીડે વાહનો ચલાવતા વાહન ચાલકો જાણે કે સુધરવાનું નામ લેતા ન હોય તે રીતે ગત ઓગસ્ટ માસ દરમ્યાન પણ ઓવર સ્પીડ અને ભયજનક રીતે વાહન દોડાવતા 472 વાહન ચાલકોને આરટીઓ તંત્રએ ચેકીંગ દરમ્યાન ઝડપી લીધા હતા અને રૂા.9.19 લાખનો દંડ પણ ફટકાયો હતો.
રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા ગત માસ દરમ્યાન હાઇવે ઉપર કરેલા ચેકીંગ દરમ્યાન જુદા-જુદા નિયમોનાં ભંગ અને ગુના બદલ કુલ 1445 કેસોમાં રૂા.50.32 લાખનો દંડ વસુલવામાં આવેલ હતો.
જ્યારે ગત માસમાં આરટીઓ તંત્રએ 143 ઓવર લોડ વાહનોને પકડી પાડી રૂા.20.26 લાખનો દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત ઓવર ડાયમેન્શનનાં 36 કેસોમાં રૂા.2.68 લાખ તથા કલેન્ડસ્ટાઇન ઓપરેશનનાં 53 કેસોમાં રૂા.4.77 લાખનો દંડ વસુલવામાં આવેલ હતો.
જ્યારે ટેક્સ વિના દોડતા 13 વાહનોને ઝડપી લઇ રૂા.2.58 લાખનો દંડ વસુલાયો હતો. આ ઉપરાંત એલ.ઇ.ડી. લાઇટ અને રોંગલેન ડ્રાઇવીંગનાં 68 કેસોમાં રૂા.68 હજાર તથા રેડિયમ-રીફેલટરનાં 33 કેસોમાં રૂા.33 હજાર, ફિટનેસ વિના ચાલતા વાહનોનાં 71 કેસોમાં રૂા.3.55 લાખ જ્યારે હેલ્મેટ-સીટ બેલ્ટ, પિયુસી , વિમો વિના વાહન ચલાવવાનો 339 કેસોમાં રૂા.3.30 લાખનો દંડ વસુલાયો હતો તેમજ રૂપ્ડ એન્ડ સુપ્ડનાં 84 કેસોમાં રૂા.84 હજાર, ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાહન ચલાવવાનાં 97 કેસોમાં રૂા.1.94 લાખ તથા અન્ય 36 કેસોમાં રૂા.18 હજારનાં દંડની વસુલાત આરટીઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.