મોડાસા અક્ષર નર્સિંગ કોલેજ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ -2013 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

મોડાસા અક્ષર નર્સિંગ કોલેજ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ -2013 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો


અરવલ્લીના મોડાસા ખાતે અક્ષર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે “ વર્કપ્લેસ પર મહિલાઓની જાતીય સતામણી ( નિષેધ, રક્ષણ અને નિવારણ) અધિનિયમ, 2013” વિષય પર એક દિવસીય જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી સામે રક્ષણ આપતા કાયદાઓ અને તેના વિશે માહિતી આપવામાં આવી..કો-ઓર્ડિનેટર ભરતભાઈ પરમાર દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે,કોઈપણ અન્યાય સામે કેવી રીતે કાયદાકીય અને મહિલા હેલ્પલાઇનની મદદ લઇ શકાય તેની સમજ અને હિંમતભેર અન્યાય સામે લડત આપવાની શિખ આજે આ જાગૃતિ સેમિનાર માથી મળશે.

ક્કાર્યક્રમમા સંબોધન કરતા મહિલા અને બાળ અધિકારીશ્રી હસીના મન્સૂરીએ સંબોધનમાં જણાવ્યું કે,કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-2013 અંતર્ગત દરેક કચેરીઓમાં/ કાર્યસ્થળોએ આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી ખૂબ જ અનિવાર્ય છે. આવી સમિતિઓ થકી મહિલાઓ પોતાનાં કાર્ય સ્થળ પર નિર્ભય બની કાર્ય કરી શકે છે.મહિલા અને બાળ વિભાગમાં ચાલતી અનેક યોજનાઓ વિશે જાણકારી આપી હતી.
કાનૂની માર્ગદર્શક એડવોકેટ હિતેશ નિનામા અને એડવોકેટ મીનાક્ષી પટેલ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-2013 વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાયદાઓની અલગ અલગ જોગવાઈઓ તેમજ કાયદામાં સમાવિષ્ટ કલમો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી મહિલાઓને પોતાના હક્કો વિશે માહિતગાર કર્યા હતા.દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીએ જણાવ્યું કે,કામકાજના સ્થળે જાતીય સતામણી થાય તો બેસી રહેવાની જગ્યાએ કાયદાકીય રીતે ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો.અને પોતાની રીતે પણ હિંમત રાખીને વિરોધ કરો અને કાયદાકીય પગલાં લેવાની હિંમત બતાવો.આ ક્રાયકર્મમા નર્સિંગ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડોના જોસેફ,મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.