MSME દિવસે ‘ગૌ સાહસિકતાથી સમૃદ્ધિ’ વિષય પર GCCIના આંતરરાષ્ટ્રીય વેબિનારનું સમાપન.   “આવનારા સમયમાં ગાય સાથે સંકળાયેલા દરેક ઉદ્યોગ સાહસિક લોકોની ઈર્ષ્યાનું કેન્દ્ર બનશે.” – કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા   “આગામી દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ ગાય વિશ્વના કેન્દ્રમાં હશે “ -  કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા   “ખાદ્ય સુરક્ષાના સંકટનો ઉકેલ દેશી ગાયોના ગોબરમાં રહેલો છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા   “ગોપાલન હવે ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર બનશે” -  કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા   “ગૌ ઉદ્યોગ સાહસિકતા દ્વારા રખડતાં ગૌ વંશની સમસ્યાનો અંત આવશે.” - ડૉ.વલ્લભભાઈ કથીરિયા   “ગૌ પાલક અને ગૌ ઉદ્યોગ સાહસિક MSMEની યોજનાઓનો લાભ લે”  - રામાવતાર સિંહ - At This Time

  MSME દિવસે ‘ગૌ સાહસિકતાથી સમૃદ્ધિ’ વિષય પર GCCIના આંતરરાષ્ટ્રીય વેબિનારનું સમાપન.   “આવનારા સમયમાં ગાય સાથે સંકળાયેલા દરેક ઉદ્યોગ સાહસિક લોકોની ઈર્ષ્યાનું કેન્દ્ર બનશે.” – કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા   “આગામી દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ ગાય વિશ્વના કેન્દ્રમાં હશે “ –  કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા   “ખાદ્ય સુરક્ષાના સંકટનો ઉકેલ દેશી ગાયોના ગોબરમાં રહેલો છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા   “ગોપાલન હવે ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર બનશે” –  કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા   “ગૌ ઉદ્યોગ સાહસિકતા દ્વારા રખડતાં ગૌ વંશની સમસ્યાનો અંત આવશે.” – ડૉ.વલ્લભભાઈ કથીરિયા   “ગૌ પાલક અને ગૌ ઉદ્યોગ સાહસિક MSMEની યોજનાઓનો લાભ લે”  – રામાવતાર સિંહ


  MSME દિવસે ‘ગૌ સાહસિકતાથી સમૃદ્ધિ’ વિષય પર GCCIના આંતરરાષ્ટ્રીય વેબિનારનું સમાપન.
“આવનારા સમયમાં ગાય સાથે સંકળાયેલા દરેક ઉદ્યોગ સાહસિક લોકોની ઈર્ષ્યાનું કેન્દ્ર બનશે.” – કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા
 “આગામી દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ ગાય વિશ્વના કેન્દ્રમાં હશે “ -  કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા
“ખાદ્ય સુરક્ષાના સંકટનો ઉકેલ દેશી ગાયોના ગોબરમાં રહેલો છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા
 “ગોપાલન હવે ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર બનશે” -  કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા
 “ગૌ ઉદ્યોગ સાહસિકતા દ્વારા રખડતાં ગૌ વંશની સમસ્યાનો અંત આવશે.” - ડૉ.વલ્લભભાઈ કથીરિયા
 “ગૌ પાલક અને ગૌ ઉદ્યોગ સાહસિક MSMEની યોજનાઓનો લાભ લે”  - રામાવતાર સિંહ

આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે. કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ MSME દિવસ નિમિતે ‘ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)’  દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબીનારમાં  આ વાત કહી હતી. MSME ડેનાં અવસર પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનાર "ગૌ ઉદ્યોગ સાહસિકતાથી સમૃદ્ધિ“માં જ્યાં MSME અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ગૌ ઉદ્યમીઓ માટેની સરકારી યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સદ્ગુરુના 'save soil ' ઝુંબેશનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જમીનની ઘટતી જતી ક્ષમતા અંગે કહ્યું કે જમીન સુધારવાની શક્તિ અને ક્ષમતા દેશી ગાયના ગોબરમાં છે. આ વૈશ્વિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે આપણું દેશી ગાયનું છાણ. આપણે આ દિશામાં કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાન કહે છે કે આપણે જમીનને ઘણા ઝેરના ઈન્જેક્શન આપ્યા છે. હવે આ જમીનને તેની પસંદગીની વસ્તુઓ ખવડાવો અને તે માત્ર ગાયનું ગોબર અને ગૌમૂત્ર છે. આવક અને ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ કહ્યું કે અમૂલ એકમાત્ર એવો ઉદ્યોગ છે જે ગ્રામીણ અર્થતંત્રને દરરોજ રૂ.125 કરોડ આપે છે. આ પણ ગાય માતાનો મહિમા છે. માત્ર દૂધ જ નહીં, હવે હજારો ગાયોના ખાવા-પીવાનો ખર્ચ તેમના ગોબર અને ગૌ મૂત્રમાંથી જ મેળવી શકશે. ખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ વિશ્વની ખાદ્ય સુરક્ષા અને સમાજને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે.

હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કોરોનાના સંકટ દરમિયાન, જેઓ પ્રત્યક્ષ ગાયની સેવામાં રોકાયેલા હતા તેઓને કોરોના થયો ન હતો. વિશ્વનું માનવું છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ એ કોરોનાથી બચાવ છે. કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાને પશુધનના રક્ષણ માટે ભારત સરકારે રૂ.13 હજાર કરોડથી વધુની ફાળવણી સાથે દેશભરમાં પશુઓને રસીકરણની ઝુંબેશ શરૂ કરી છે. તેમણે GCCI ને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગૌ અને પશુપાલન પર દરેક જિલ્લામાં સેમિનાર યોજવા પ્રોત્સાહિત કર્યા. ગૌ પ્રજાતિના સંવર્ધન, માર્કેટિંગ, તાલીમ વગેરે અંગે જાગૃતિ લાવવા અને ગૌ ચિકિત્સા અને પંચગવ્યના ક્ષેત્રમાં  ઉપલબ્ધ તકો વિશે વાત કરી. GCCI સંસ્થાપક ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે MSME એ ઉદ્યોગ અને માર્કેટિંગ માટેનું પ્લેટફોર્મ છે. પશુપાલન મંત્રાલય, કૃષિ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, પ્રવાસન મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, કૌશલ્ય વિકાસ મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય વગેરેની પોતપોતાની યોજનાઓ છે, જેનો લાભ યુવા અને મહિલા સાહસિકોએ ગૌ પાલન અને ગૌ ઉધ્યમિતા જોડાઈને લેવો જોઈએ. ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે તમામ યોજનાઓ અને તેમની તાલીમમાં ગૌ આધારિત ઉદ્યોગોનો પણ સમાવેશ કરવામાં આવે . GCCI સરકાર અને ઉદ્યોગ સાહસિકોને સાથે લઈને ગૌ આધારિત ઉધ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારા દિવસોમાં ગૌ વંશ રસ્તા પર રખડતો ન દેખાય. MSME સહાયક નિયામકના પદ પર કાર્યરત શ્રી રામાવતારજીએ 'માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ' PMEGS યોજના વિશે વિગતવાર સમજાવ્યું જેમાં 2 કરોડ સુધી કોલેટરલ ફ્રી અને થર્ડ પાર્ટી ગેરંટી ફ્રી લોન મળી શકે છે.  અન્ય યોજનાઓ જેમાં ગૌ ઉત્પાદનોને લગતા ઉત્પાદન ઉદ્યોગ, ભારત સરકાર દ્વારા સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા પર અનુદાન, સુવિધા કેન્દ્રો, નવી ટેકનોલોજી, તાલીમ વગેરે આપવામાં આવે છે. તેમણે સ્ફૂર્તિ (SFURTI) અને સતત (SATAT) સ્કીમ વિશે પણ જણાવ્યું, જેમાં ગૌ સાહસિકોને 5 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળી શકે છે. કૌશલ્ય વિકાસ માટે ESDP યોજના અને માર્કેટિંગ સહાય સંબંધિત યોજનાઓ વિશે જણાવ્યું, જેમાં સ્ટોલ અને અન્ય ખર્ચ સરકાર ચૂકવે છે. તેમણે GEM નોંધણી, એન્ટરપ્રાઇઝ નોંધણી અને પેટન્ટ સંબંધિત યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના મદદનીશ નિયામક શ્રી ઈન્દ્રજીતે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાનોને રોજગારી આપવા માટે બેંકમાંથી નાણાં આપવામાં આવે છે. મધ્યપ્રદેશનાં MSME મંત્રી ઓમપ્રકાશ શકલેચાજીએ મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગૌ પાલન  અને ગૌ  ઉદ્યોગ સાહસિકતા માટે સરળ અને અનુકૂળ વાતાવરણ બનાવવાની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. હરિયાણા ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શ્રવણ ગર્ગ અને ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય સંયોજક અજીતપ્રસાદ મહાપાત્રએ પણ યોજનાઓના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. ભૂતપૂર્વ IAS કમલ ટાવરીએ ગૌ સંબંધિત ઉદ્યોગ સાહસિકતાના તમામ પરિમાણો માટે માર્કેટિંગ અને કન્સલ્ટિંગ વિશે વાત કરી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનું સંચાલન પુરીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અમિતાભ ભટનાગરે મહેમાનોનું સ્વાગત કર્યું અને મિત્તલ ખેતાણીએ વેબિનારમાં હાજર તમામ મહેમાનો અને ગૌ  આધારિત ઉદ્યોગ સાહસિકોનો આભાર માન્યો હતો.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.