અનંત-રાધિકાના લગ્નમાં ઇન્ટરનેશનલ સ્ટાર્સ પરફોર્મ કરશે:સિંગર ડ્રેક, એડેલે અને લાના સાથે વાતચીતનો ધમધમાટ શરૂ, 12થી 14મી જુલાઈ સુધી મુંબઈમાં યોજાશે ફંક્શન - At This Time

અનંત-રાધિકાના લગ્નમાં ઇન્ટરનેશનલ સ્ટાર્સ પરફોર્મ કરશે:સિંગર ડ્રેક, એડેલે અને લાના સાથે વાતચીતનો ધમધમાટ શરૂ, 12થી 14મી જુલાઈ સુધી મુંબઈમાં યોજાશે ફંક્શન


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને ફક્ત 10 દિવસ બાકી છે. આ કપલ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સમારોહ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે જેમાં દેશ અને દુનિયાના ઘણા જાણીતા લોકો હાજરી આપવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અડેલ, ડ્રેક અને લાના ડેલ રે જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સ તેમાં પરફોર્મ કરશે. રાધિકા મર્ચન્ટ લાના ડેલ રેની મોટી ફેન છે. ટીમ ત્રણેય કલાકારો સાથે વાત કરવામાં વ્યસ્ત
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, મેનેજમેન્ટ ટીમ હાલમાં આ ત્રણ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે. વેડિંગ સેલિબ્રેશનમાં તેમને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની લેવડદેવડ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે. રિહાન્નાથી પિટબુલ સુધી કરી ચૂક્યા છે પરફોર્મ
બંને પ્રિ -વેડિંગમાં રિહાન્ના, કેટી પેરી, પિટબુલ, ડીજે ડેવિડ ગુએટા, ઓપેરા સિંગર એન્ડ્રિયા બોસેલી અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોએ પરફોર્મ કર્યું હતું. આ સિવાય દિલજીત દોસાંજ ગુરુ રંધાવા જેવા કલાકારોએ પણ સ્ટેજ પર ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન ચાલશે
12 જુલાઈના રોજ ભવ્ય લગ્ન પછી બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો કપલને આશીર્વાદ આપશે. આ પછી 14 જુલાઈએ રિસેપ્શન થશે જેમાં દુનિયાભરના VVIP મહેમાનો હાજરી આપશે. ત્રણેય દિવસના આ કાર્યક્રમો મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં જ યોજાશે. સંગીત સેરેમનીમાં બે બેચ પરફોર્મ કરશે
રિપોર્ટ્સનું માનીએ તો પરિવારે આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિવારના સભ્યોએ સંગીત માટે રિહર્સલ શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, અનંત-રાધિકાના મ્યુઝિકલ પર્ફોર્મન્સ માટે બે અલગ-અલગ બેચ તૈયાર કરવામાં આવી છે. આ ડાન્સ પરફોર્મન્સમાં એક બેચ અનંતના મિત્રોની હશે, જ્યારે બીજી બેચ રાધિકાના મિત્રોની હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.