આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર સિમરનજોત સંધુની ધરપકડ:પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદથી ઝડપ્યો, જર્મનીમાં 487 કિલો કોકેન કેસમાં વોન્ટેડ - At This Time

આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર સિમરનજોત સંધુની ધરપકડ:પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદથી ઝડપ્યો, જર્મનીમાં 487 કિલો કોકેન કેસમાં વોન્ટેડ


પંજાબ પોલીસે વિદેશથી ભારતમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરનાર કિંગપીનની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પકડાયેલો દાણચોર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વોન્ટેડ હતો. પંજાબ પોલીસે આજે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરી દાણચોરને પકડવામાં સફળતા મેળવી છે. ટૂંક સમયમાં ડીજીપી પંજાબ આરોપી વિશે વિગતવાર માહિતી શેર કરશે. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સી સાથે સંયુક્ત ઓપરેશનમાં સિમરનજોત સંધુની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે ઈન્ડિયન ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI)ની મદદથી જર્મનીથી ભારત આવ્યો હતો. પરંતુ સુરક્ષા એજન્સીઓએ તેને પકડીને પંજાબ પોલીસને સોપી દીધો. તેની પાસે જર્મન પાસપોર્ટ પણ છે. 487 કિલો કોકેઈન દાણચોરી કેસ(2020)નો કિંગપિન ડીજીપી પંજાબ ગૌરવ યાદવે શેર કરેલી માહિતી અનુસાર, તે જર્મનીમાં 487 કિલો કોકેન સ્મગલિંગ કેસ (2020)નો કિંગપિન છે. તે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો મુખ્ય સરગના છે અને જર્મનીમાં ડ્રગના ગુના માટે વોન્ટેડ છે. ઘણા દેશોમાં ફેલાયેલું છે નેટવર્ક સિમરનજોત સંધુની વાત કરીએ તો તેનું નેટવર્ક જર્મની સિવાય ઘણા દેશોમાં ફેલાયેલું છે. તે ભારતમાં ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. આ સિવાય યુરોપના અન્ય દેશોમાં ડ્રગ્સની દાણચોરીમાં પણ તે મોટી ભૂમિકા ભજવે છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ડીજીપી પંજાબ ગૌરવ યાદવ સિમરનજીત સંધુ વિશે વિગતવાર માહિતી શેર કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.