એઈમ્સમાં 4 ઓપરેશન થિયેટર તૈયાર 250 દર્દીને દાખલ કરી શકાશે, PM સમય આપે એટલે ઉદઘાટન
25 રૂપિયા દાખલ ચાર્જ અને એક દિવસનું બેડનું ભાડું ફક્ત રૂપિયા 35, દિલ્હી એઈમ્સ જેટલી થશે ફી
ઓપીડીમાં નોંધાયેલા દર્દીઓનું લિસ્ટ બનાવાયું : સર્જરી સહિતનો ખર્ચ આયુષ્માન કાર્ડ હેઠળ લાવવા પ્રયાસો
ગુજરાતભર માટે આરોગ્ય ક્ષેત્રમા ક્રાંતિ લાવનાર એઈમ્સ રાજકોટ હવે તૈયાર થઈ ગયું છે અને કોઇપણ તબક્કે દર્દીઓના ઓપરેશન પણ શરૂ થઈ જશે. આ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય પાસે સમય માગવામાં આવ્યો છે અને તેઓના હસ્તે ઉદઘાટન કર્યા બાદ દર્દીઓને દાખલ કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલમાં દાખલ ચાર્જ ફક્ત 25 રૂપિયા અને પ્રતિ દિવસ બેડનું ભાડું 20થી 35 રૂપિયા હશે અને સર્જરી પણ નજીવી રકમમાં થઈ શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.