અયોધ્યા રામમંદિરનો 5.5 ટન વજનનો 45 ફૂટ ઊંચો ધ્વજદંડ રાજકોટમાં બન્યો - At This Time

અયોધ્યા રામમંદિરનો 5.5 ટન વજનનો 45 ફૂટ ઊંચો ધ્વજદંડ રાજકોટમાં બન્યો


સેન્ટ્રિફ્યુગલ ડાઈકાસ્ટિંગનો ઉપયોગ કરી બન્યો ધ્વજદંડ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા છે. તેથી મંદિર પરિસરમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 45 ફૂટ ઊંચો ધ્વજદંડ ફિટ કરવામાં આવશે જેમાં મંદિરની ધ્વજા લહેરાશે. ધ્વજદંડ બનાવવાની કામગીરી રાજકોટના શાપરમાં થઇ છે. શાપરની એક ફેક્ટરીમાં આ ધ્વજદંડનું વિશિષ્ટ કાસ્ટિંગ પદ્ધતિથી નિર્માણ કરાયું છે. 5.5 ટન વજનના મુખ્ય ધ્વજદંડ ઉપરાંત અન્ય છ નાના ધ્વજદંડ પણ બનાવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.