ગુજરાતમાંવરસાદ ખેંચાતા ડેમો ના પાણી કેનાલમાં છોડવા રજુઆત કરતા રીબડીયા
ગુજરાતમાંવરસાદ ખેંચાતા ડેમો ના પાણી કેનાલમાં છોડવા રજુઆત કરતા રીબડીયાવિસાવદરતા.વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય અને લડાયક ખેડૂતનેતા હર્ષદ રીબડીયા દ્વારા કુંવરજીભાઇ બાવળીયા મંત્રીશ્રી સિંચાઈ વિભાગ ગાંધીનગરને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, લાંબા સમયથી ગુજરાતમાં વરસાદ ખેચાવાથી ખેડૂતનો ઉભોપાક સુકાઈ રહ્યોછે ત્યારે મોલાતને પિયત આપવાની ખુબ જરૂરિયાત ઉભી થઈછે ગુજરાતના તમામ ડેમ અત્યારે ભરેલા છે અને જે ઉપરવાસમાંથી તાજા પાણી ની આવક થાય છે, તે પાણીને પાટિયાખોલી નદી માં જવા દેવામાં આવે છે. તેને બદલે ડેમના પાટિયા બંધ રાખી જે પાણીની આવક થાય તેને નહેર દ્વારા પાણી આપવામાં આવે તો, વીજળીની પણ બચત થશે, નદીમાં જે પાણી છોડી દેવામાં આવે છે અને દરિયામાં વહી જાય છે તે બંધ થશે, ખેડૂતોને ખર્ચ પણ ઓછો થશે અને સમયસર પાક ને પાણી મળશે જેથી ખેડૂતને ખેડૂતનો ઉભો પાક બચાવી શકીશુ અને કુદરત મહેરબાન હશે તો ફરીથી ડેમ પાણીથી ભરાશે તેવી લેખિત રજુઆત ગુજરાતના ખેડૂતો વતી કરેલ છે તેમની રજુઆતમાં વધુમા જણાવેલ છે કે,આ અંગે સિંચાય વિભાગના જેતે જિલ્લાના અધિકારીને આદેશ આપીને તાત્કાલિક કેનાલ મારફત પાણી છોડી ખેતીમાં પિયત માટે આપવામાં આવે તેવી ગુજરાતના ખેડૂતોની સંવેદનશીલ સરકાર પાસે માંગણી અને અપેક્ષા હોવાનું એક અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.