પિતાના ઘરે આવેલ પરિણીતાએ ઝેરી દવા પી મોતનું વ્હાલું કર્યું
મોચીબજારમાં પિતાના ઘરે દવા લેવા આવેલ વિજયનગરમાં સાસરુ ધરાવતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળામાં વિજયનગર-6માં સાસરે રહેતી ટીનાબેન પ્રદિપભાઇ વાણીયા (ઉ.વ. 30) ગયા શુક્રવારે પોતાને એડકી આવતી હોવાથી તે મોચીબજારમાં રહેતા તેના પિતા મનુભાઇના ઘરે દવા લેવા માટે ગઇ હતી.
ત્યારે રાત્રીના આઠ વાગ્યે તેના પિતા ઘરે આવ્યા ત્યારે તેમને જમવા માટે બેસાડી પોતે રૂમમાં જઇ ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી તેના પિતાને જાણ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાઇ હતી. જ્યાંથી વધુ સારવારમાં ખાનગી હોસ્પીટલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે જાણ થતાં એ ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર મૃતકના છ મહિના પહેલા લગ્ન થયા’તા અને તેને હાલમાં જ ગ્રેજ્યુએશન પુરું કરેલ હતું. તેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.