Infosysએ કર્મચારીઓના વેરિએબલ-પેમાં ઘટાડો કર્યો - At This Time

Infosysએ કર્મચારીઓના વેરિએબલ-પેમાં ઘટાડો કર્યો


નવી દિલ્હી, તા. 23 ઓગસ્ટ 2022 મંગળવારદેશની બીજી મોટી સોફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર ઈન્ફોસિસે માર્જિનમાં ઘટાડો અને ઉચ્ચ સ્ટાફ ખર્ચ વચ્ચે જૂન ત્રિમાસિક માટે કર્મચારીઓના સરેરાશ વેરિએબલ-પે ને ઘટાડીને લગભગ 70 ટકા કરી દીધો છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. TCSએ પણ અમુક કર્મચારીઓના ત્રિમાસિક વેરિએબલ-પે ને એક મહિના માટે ટાળી દીધુવિપ્રોએ પણ તાજેતરમાં જ માર્જિન ઘટવા અને ટેકનોલોજીમાં રોકાણના કારણે કર્મચારીઓના વેરિએબલ પે ને રોકી દીધુ હતુ. આ સિવાયા ટાટા કન્સલ્ટન્સી સર્વિસે પણ અમુક કર્મચારીઓના ત્રિમાસિક વેરિએબલ પે ને એક મહિના માટે ટાળી દીધુ છે. સૂત્રો અનુસાર ઈન્ફોસિસએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે વેરિએબલ-પેને ઘટાડીને 70 ટકા કરી દીધો છે અને કર્મચારીઓને પણ આ વિશે માહિતગાર કરી દેવાયા છે. આ સંબંધિત મોકલવામાં આવેલા ઈમેલનો ઈન્ફોસિસે હાલ કોઈ જવાબ આપ્યો નથી.ઈન્ફોસિસનો નફો 3.2% વધીને 5,960 કરોડ રહ્યોઈન્ફોસિસે વધતા ખર્ચની વચ્ચે જૂન ત્રિમાસિકમાં પોતાના નેટ પ્રોફિટમાં 3.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, કંપનીના અનુમાન કરતા આ ઓછુ હતુ. તાજેતરમાં જ કંપનીએ કહ્યુ હતુ કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં તેમનુ કન્સૉલિડેટેડ નેટ પ્રોફિટ 3.2 ટકા વધીને 5,360 કરોડ રૂપિયા થઈ ગયુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.