ઉકાઇમાં ઇન્ફ્લો 1.36 લાખ ક્યુસેક, રૃલ લેવલ માટે 1.84 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ
- પાણીની આવક કરતા જાવક વધુ હોવાથી સપાટીમાં ઘટાડો : સાંજે ઉકાઇ પાસેના
પ્રકાશા વિયરમાંથી 1.92 લાખ કયુસેક પાણી છોડાયું સુરતઉપરવાસમાં
વરસાદ બંધ થયો છે. અને હથનુર ડેમમાંથી ૪૫ હજાર કયુસેક આઉટફલો હોવાછતા સતાધીશો કોઇ રીસ્ક
લેવા માંગતા નહીં હોઇ તેમ આજે દિવસના ૧.૩૬ લાખ કયુસેક ઇનફલોની સામે ૧.૮૪ લાખ કયુસેક
પાણી છોડવાનું ચાલુ રાખીને સપાટી રૃલલેવલ ૩૩૫ ફુટની અંદર લઇ જવાની મથામણ ચાલુ રાખી
છે. ઉકાઇ ડેમના
કેચમેન્ટમાં મેઘરાજા શાંત થઇ જતા સતાધીશોએ રાહતના શ્વાસ લીધા છે. પરંતુ ઉપરવાસના ડેમોમાંથી
સતત પાણી છોડાતુ હોવાથી સતાધીશો ડેમમાંથી વધુને વધુ પાણી છોડીને સપાટી નીચી લાવી રહ્યા
છે. આજે દિવસ દરમ્યાન હથનુર ડેમમાંથી ૪૫ હજાર કયુસેક પાણી છોડાયુ હતુ.જયારે ઉકાઇ ડેમ
પહેલા છેલ્લા વિયર પ્રકાશામાંથી આજે સાંજે છ વાગ્યે ૧.૯૨ લાખ કયુસેક પાણી છોડાતુ હતુ.
આમ વરસાદ નહીં હોવાછતા હથનુર અને પ્રકાશા ડેમ વચ્ચેના ડેમો દ્વારા સતત પાણી છોડતા સતાધીશો
હાલની સ્થિતિમાં કોઇ ચાન્સ લેવા માંગતા નથી.
આથી જ
તો આજે દિવસના ૧.૩૬ લાખ કયુસેક ઉકાઇ ડેમમાં પાણીની આવક આવી હતી. જેની સામે
ગુરૃવારથી જે ૧.૮૪ લાખ કયુસેક પાણી છોડી રહ્યા હતા. તે પાણી છોડવાનું ચાલુ રાખીન
સપાટી વધુને વધુ નીચી લઇ જઇ રહ્યા છે. આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૩૫.૭૯
ફુટ નોંધાઇ હતી. ૧૨ કલાક પછી સાંજે છ વાગ્યે ઘટીને ૩૩૫.૫૪ ફુટ થઇ હતી. ઉકાઇ ડેમના
રૃલલેવલ ૩૩૫ ફુટ કરતા હજુ સપાટી અડધો ફુટ વધુ હોવાથી નીચી લઇ જવાનો નિર્ણય લીઘો
છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.