હલેન્‍ડામાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ આરંભ થયો - At This Time

હલેન્‍ડામાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ આરંભ થયો


હલેન્‍ડામાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ આરંભ થયો રાજકોટવાળા શાસ્‍ત્રી નીતિનભાઇ જોષી કથા શ્રવણનું પ્રારંભ ઓમકારેશ્‍વર મંદિર દ્વારા આયોજન મુર્તિ પ્રતિષ્‍ઠા થશે. ૩દિવસ લોકડાયરો.નારણનાથજીબાપુ નવાનાથજીબાપુ વશિષ્‍ઠનાથજીબાપુ કથામાં આવતા દરેક ભક્તજનોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.ભાવનગર રોડ પર સરધાર પાસે ખારચીયા - હલેન્‍ડા વચ્‍ચે ઓમકારેશ્‍વર મહાદેવ મંદિર ખાતે તા.૧ એપ્રિલ સોમવારથી તા.૭ એપ્રિલ રવિવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ અને મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. કથાના વ્‍યાસાસને મૂળ થાણાગાલોળના વતની રાજકોટવાળા કથાકાર શાસ્‍ત્રી શ્રી નીતિનભાઇ જોષી બિરાજી કથા શ્રવણ કરાવશે.મહંત યોગી શ્રી વરિષ્‍ઠનાથજી ગુરૂ શ્રી નવાનાથજી બાપુના જણાવ્‍યા મુજબ ગુરૂશ્રી ગોરક્ષનાથજીની અસીમ કૃપાથી તેમજ સિધ્‍ધ બાવા યોગી શ્રી મંગલનાથજી બાપુ તેમજ સિધ્‍ધ બાવા યોગીશ્રી કેશવનાથજી બાપુ તેમજ સિધ્‍ધ બાવા યોગીશ્રી નારણનાથજી બાપુની અસીમ કૃપાથી તેમજ સંતમહંતોના આશીર્વાદ તથા સર્વે સમાજ તથા સર્વે સેવકગણના સહકારથી ભવ્‍યાતીભવ્‍ય સમાધીસ્‍થ યોગી નવાનાથજી બાપુનો ભંડારો તેમજ શંખઢોળ વિધી તથા મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા અને શ્રીમદ્‌ ભાગવદ્‌ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. સોમવાર તા.૧-૪ના કથા પ્રારંભ થયો હતો તેમજ કથા વિરામ તા.૭ રવિવારે તેમજ શંખઢોળ વિધી તા.૬ અને સમાધીસ્‍થ યોગીશ્રી નવાનાથજી બાપુની મુર્તિ પ્રતિષ્‍ઠા તા.૭ના રોજ ભંડારો રાખેલ છે. તો આ શુભ પ્રસંગે દરેક ભાવિક ભકતો તથા સંતોને પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.