ઝાલાવાડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળી-ઝભલાનો બેફામ ઉપયોગ - At This Time

ઝાલાવાડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળી-ઝભલાનો બેફામ ઉપયોગ


- 20 માઈક્રોનના કાદાનો અમલ કાગળ પર- તંત્રએ 17 દિવસમાં શહેરમાંથી માત્ર 650 કિલો પ્લાસ્ટિક ઝડપી સંતોષ માન્યોસુરેન્દ્રનગર : સરકાર દ્વારા પહેલી જુલાઈથી પ્લાસ્ટિકના ઝભલા, કોથળીઓ સહિત ૨૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતા સુરેન્દ્રનગર જિલ્લામાં બે રોકટોક અને બેફામ રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. વધુ વિગત એવી છેકે,પ્લાસ્ટિક ઉપર મુકાયેલો પ્રતિબંધ ઝાલાવાડમાં દારૂબંધીનાં અમલ જેવો પુરવાર થઈ રહ્યો છે. શહેર તથા જિલ્લામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. નાના-મોટા વેપારીઓ જાણીતા ગ્રાહક હોય તેમને પ્લાસ્ટિકનું ઝભલું આપતા જરાય અચકાતા નથી. તેના કારણે કાયદાનો અમલ માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ જોવા મળે છે.ખેદજનક બાબત એ છેકે, આ પ્રતિબંધનો અમલ કરાવવાની જેની જવાબદારી છે એ તંત્રવાહકો પણ આ પ્રતિબંધનાં અમલમાં નિષ્ક્રીયતા દાખવી રહ્યા હોય તેમ ૧૭ દિવસમાં (અમલમાં આવ્યા તારીખથી) માત્ર ૬૫૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ છે અને રૂ. ૩૦૦૦નો દંડ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. જીલ્લામાં દારૂબંધી, નો-પાર્કિંગ, સી.સી.ટી.વી કેમેરા જેવા જાહેરનામા ઓ-પ્રતિબંધોના અમલની જેમ પ્લાસ્ટિકના પ્રતિબંધનો અમલ પણ નબળો થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.       


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.