ભાસ્કર વિશેષ:ડાયાબિટીસ અંગે ભારતની સૌથી મોટી શોધ, પરિવારમાં શુગર હિસ્ટ્રી હોય તો 40 ટકા લોકોને 35 વર્ષની વય પહેલાં જ બીમારીનું જોખમ - At This Time

ભાસ્કર વિશેષ:ડાયાબિટીસ અંગે ભારતની સૌથી મોટી શોધ, પરિવારમાં શુગર હિસ્ટ્રી હોય તો 40 ટકા લોકોને 35 વર્ષની વય પહેલાં જ બીમારીનું જોખમ


ડાયાબિટીસની બીમારી પહેલાં સામાન્ય રીતે આધેડ ઉંમરના લોકોને થતી હતી. હવે તે બાળકો-યુવાઓને પણ સકંજામાં લઈ રહી છે. ભારતમાં શુગરપીડિતોની ઝડપથી વધતી સંખ્યાની વચ્ચે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. સંશોધન અનુસાર, પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો 40% સભ્યોને 35થી ઉંમરથી પહેલાં જ શુગરની આશંકા હોય છે. દેશભરમાં 18થી 80 વર્ષના 2,25,955 લોકો સાથે જોડાયેલા આંકડાને લઈ કરવામાં આવેલા સંશોધનમાં આ જાણકારી સામે આવી છે. ડૉ. રાકેશ એમ. પારીખના નેતૃત્વમાં 16 સંસ્થાઓનાં સંશોધનનું તારણ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ડાયાબિટીસ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝમાં પ્રકાશિત થયું છે. રિપોર્ટ અનુસાર સેમ્પલ સાઇઝમાં આ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો સરવે છે.
સંશોધનમાં એવી પણ ચોંકાવનારી વાત સામે આવી છે કે ‘લાૅ રિસ્ક’ પરિવારોમાં મહિલાઓને ડાયાબિટીસ થવાનો ખતરો વધુ છે. એટલે કે જે પરિવારોમાં ડાયાબિટીસની ફેમિલી હિસ્ટ્રી નથી ત્યાં પુરુષોની તુલનામાં મહિલાઓ ડાયાબિટીસથી વધુ પીડિત હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર 35થી ઓછી વયમાં 11.5% પુરુષો તો 12.1% મહિલાઓમાં ડાયાબિટીસનો ખતરો હતો. આ ઉપરાંત, શોધમાં સામેલ લોકોમાંથી 34.8% પહેલાંથી જ ડાયાબિટીસથી પીડિત હતા. વિશેષમાં, 9.5% નવા કેસ હતા. યુવાઓમાં આળસુ લાઇફસ્ટાઇલનો ટ્રેન્ડ અને સ્થૂળતાને બીમારીનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. ભારતીય ભોજનમાં પ્રોટીનને બદલે કાર્બોહાઇડ્રેડ વધુ હોવાના કારણે પર તકલીફ વધી છે. વિશેષજ્ઞો અનુસાર દેશમાં દાળ, દૂધ ઉત્પાદનોને બદલે ઘઉં, ચોખા, મેંદાનો વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત, એક મહત્ત્વનું કારણ આનુવંશિક પણ છે. રિપોર્ટ અનુસાર યુરોપિયનોની તુલનામાં ભારતીયોને ડાયાબિટીસ 10 વર્ષ પહેલાં થાય છે. રિપોર્ટમાં આ નવી જાણકારીના આધાર પર શુગરની હિસ્ટ્રી ધરાવતા પરિવારોમાં 18ની ઉંમરથી જ ડાયાબિટીસ સ્ક્રીનિંગનું સૂચન કરવામાં આવ્યું છે. હિસ્ટ્રી ન હોય તો આશંકા ઘટે છે, 25 વયના 6.7%ને જ ડર
​​​​​​​ભારતમાં 11% વસ્તીને ડાયાબિટીસ આઇડીએફ એટલાસ અનુસાર, 2021માં દુનિયાના 10% ડાયાબિટીસ પીડિત ભારતમાં હતા. 2045 સુધી દેશમાં 12.49 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હોવાનું અનુમાન છે. બીજી તરફ, આઇસીએમઆર ઈન્ડિયાબીના સંશોધનમાં ભારતમાં 11.4% વસ્તી પીડિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.