19 મહિનાથી ભારતીય નૌસેના એરક્રાફ્ટ કેરિયર વગર ફરજ બજાવી રહી છે, જાણો કેમ સર્જાઈ આવી સ્થિતિ - At This Time

19 મહિનાથી ભારતીય નૌસેના એરક્રાફ્ટ કેરિયર વગર ફરજ બજાવી રહી છે, જાણો કેમ સર્જાઈ આવી સ્થિતિ


નવી દિલ્હી,તા.4 ઓગસ્ટ 2022,ગુરૂવારભારતીય નૌસેના અત્યારે એક પણ એરક્રાફ્ટ કેરિયર વગર કામ કરી રહી છે.નૌસેના પાસેનુ એક માત્ર એર ક્રાફટ કેરિયર એટલે કે વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય છેલ્લા 19 મહિનાથી કાર્યરત નથી. સૂત્રોના કહેવા પ્રમાણે તેને રિફિટિંગ માટે મોકલવામાં આવ્યુ છે અને તેના કારણે તે દરિયામાં ઉતરી શકે તેમ નથી. હજી પણ તેને કાર્યરત થતા બીજા બે થી ત્રણ મહિનાનો સમય લાગી જશે.આમ તો 2018માં જ તેનુ રિફિટિંગ થવાનુ હતુ પણ નૌકાદળની કવાયત અને એ પછી ચીન સાથેના તનાવના પગલે તેનુ રિફિટિંગ ટાળવામાં આવ્યુ હતુ.જોકે એ પછી તેને રિફિટિંગમા મોકલ્યા વગર છુટકો રહ્યો નહોતો. ચીન એક તરફ હિન્દ મહાસાગરમાં આક્રમક વલણ અપનાવી રહ્યુ છે તો બીજી તરફ ભારત પાસે અત્યારે એક પણ વિમન વાહક જહાજ નથી. જોકે બહુ જલ્દી સ્વદેશી બનાવટનુ કેરિયર વિક્રાન્ત નૌસેનામાં સામેલ થશે. આમ નૌસેના પાસે એ પછી બે એરક્રાફ્ટ કેરિયર થઈ જશે.આમ છતા નૌસેનાનુ માનવુ છે કે, ભારત પાસે ત્રણ કેરિયર હોવા જોઈએ. એટલે એક એક એરક્રાફ્ટ કેરિયર જ્યારે રિપેરિંગમાં હોય તો પણ નેવી પાસે પેટ્રોલિંગ માટે બીજા બે કેરિયર મોજુદ હોય.ચીન પાસે બે એરક્રાફટ કેરિયર પહેલેથી જ છે અને તે ત્રીજુ કેરિયર બનાવી રહ્યુ છે. જેથી તે હિન્દ મહાસાગરમાં વધારે આક્રમક બનીને પેટ્રોલિંગ કરી શકે.ભારતીય નેવીનુ કહેવુ છે કે, એક ગાડીની સર્વિસમાં ચાર થી પાંચ કલાક લાગતા હોય છે તો આ તો 40000 ટનનુ જહાજ છે એેટલે તેને સમય લાગવો સ્વાભાવિક છે. આ જ રીતે દરેક યુધ્ધ જહાજ કે સબમરિનનુ અમુક સમય બાદ મેન્ટેનન્સ થતુ હોય છે. બે થી ત્રણ વખત મેન્ટેનન્સ બાદ તેને રિફિટિંગ માટે મોકલવામાં આવે છે અને તેમાં સમય લાગી જતો હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.