અમેરિકામાં ભારતીય કપલને 11 વર્ષની જેલ:ભણવાના બહાને સબંધીને અમેરિકા લાવ્યા; પાસપોર્ટ છીનવી લીધો, કામ કરવા દબાણ કર્યું, હત્યાની ધમકી આપી - At This Time

અમેરિકામાં ભારતીય કપલને 11 વર્ષની જેલ:ભણવાના બહાને સબંધીને અમેરિકા લાવ્યા; પાસપોર્ટ છીનવી લીધો, કામ કરવા દબાણ કર્યું, હત્યાની ધમકી આપી


​​​​​​અમેરિકામાં એક ભારતીય મૂળના કપલે તેમના એક સંબંધીને સ્કૂલમાં ભણાવવાના બહાને અમેરિકા લાવ્યા અને બળજબરીપુર્વક તેને 3 વર્ષ સુધી પેટ્રોલ પંપ અને જનરલ સ્ટોર પર કામ કરાવ્યું. અમેરિકન કોર્ટે આ કપલને 11.25 વર્ષની (135 મહિના) જેલની સજા સંભળાવી છે. 31 વર્ષીય ભારતીય અમેરિકન નાગરિક હરમનપ્રીત સિંહ અને તેની 43 વર્ષીય પત્ની કુલબીર કૌરને પીડિતને 1.87 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. હરમનપ્રીત અને કુલબીરના હવે છૂટાછેડા થઈ ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, બંને આરોપીઓ તેમના સંબંધીને ખોટા વચનો આપીને અમેરિકા લાવ્યા હતા. આ પછી તેનો પાસપોર્ટ અને ઈમિગ્રેશન દસ્તાવેજો પોતાની પાસે રાળી લીધા હતા. આરોપી પીડિતને ટોર્ચર કરતા હતા અને કલાકો સુધી પોતાના સ્ટોર પર કામ કરાવતા હતા. આ દરમિયાન તેને ખૂબ ઓછા રૂપિયા આપતા હતા. દંપતી પીડિતને સતત 12-17 કલાક કામ કરાવતું હતું
જો કામ છોડવાનો પ્રયાસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલો 2018નો છે. પીડિતાને માર્ચ 2018 થી મે 2021 સુધી જબરદસ્તી કામ કરાવવામાં આવ્યું હતું. તેને સાફ-સફાઈ, રસોઈ, દુકાનમાં સામાન સંગ્રહવા, રોકડ રજિસ્ટર સંભાળવા જેવા કામ કરાવવામાં આવતું હતું. તે સતત 12-17 કલાક કામ કરતો હતો. તેના બદલામાં તેને યોગ્ય ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું. સાથે જ મેડિકલ કેર અને શિક્ષણ સુવિધાઓથી દૂર રાખવામાં આવ્યો હતો. દંપતીએ દુકાનમાં લગાવેલા કેમેરા દ્વારા પીડિત પર નજર રખાતી હતી. તમને ભારત પાછા જવા દેવાયા ન હતા. મિલકત જપ્ત કરવાની ધમકી આપી હતી
પીડિતના વિઝા એક્સપાયર થયા બાદ હરમનપ્રીતે બળજબરીથી તેના લગ્ન કુલબીર કૌર સાથે કરાવી દીધા હતા. આ પછી તેને ધમકી આપવામાં આવી હતી કે જો તેણે ભાગવાનો પ્રયાસ કર્યો તો કુલબીર તેના પરિવારના તમામ પૈસા અને સંપત્તિ છીનવી લેશે. રિપોર્ટ અનુસાર, આરોપીઓ સામે મળેલા પુરાવાઓથી એ પણ જાણવા મળ્યું છે કે તેઓ પીડિતાના સંબંધી સાથે મારપીટ પણ કરતા હતા. તેઓએ તેના વાળ ખેંચ્યા હતા અને તેને લાત પણ મારી હતી. આ સિવાય જ્યારે પીડિતાએ રજા માંગી તો તેને પણ બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચો... અમેરિકામાં ભારતીય મૂળના વધુ એક પરિવારનું મોત: રૂ. 16 કરોડની કિંમતના બંગલામાં 4 મૃતદેહ મળ્યા; દંપતીના શરીર પર ગોળીઓના નિશાન અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. આ ઘરની કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેમની 40 વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના જોડિયા બાળકો નોઆ અને નીથનના મૃતદેહ 12 ફેબ્રુઆરીએ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image