ભાસ્કર વિશેષ:6 વર્ષમાં ભારતીય ઍરટ્રાવેલ 11-17%ના દરે વધશે
લાંબા અંતરમાં સમગ્ર વિશ્વની સાથેસાથે ભારતમાં ઍર ટ્રાવેલની માગમાં પણ વધારો થવાના સંકેત જોવાઈ રહ્યા છે. ટિકિટિંગ વેબસાઇટ મેકમાયટ્રિપના એક અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2024થી 2030 વચ્ચે ભારતીય ઍર ટ્રાવેલની માગ વાર્ષિક 11-17%ના દરે વધવાની આશા છે. દરમિયાન સ્થાનિક ઍરલાઇન કંપની ઇંટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોની સ્થાનિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ, બંનેમાં ભાગીદારી વધવાનું ચાલુ રહેશે. આનાથી તેને પોતાના હવાઈ જથ્થામાં વધારાનો પણ લાભ મળશે. ઇન્ડિગો અત્યાર સુધી વિમાન નિર્માતા ઍરબસની સૌથી મોટી ગ્રાહક છે. તેનાં 950 વિમાનનો ઑર્ડર ઍરબસ પાસે છે. જોકે ઈંધણની કિંમતોમાં સંભવિત વધારાને કારણે નફામાં ટૂંકા અંતરમાં ઘટાડો થઈ શકે છે પરંતુ લાંબા અંતરમાં ઇન્ડસ્ટ્રીના ગ્રોથ રેટથી વધુ સારો દેખાવ ચાલુ રહેવાની આસા છે. અહેવાલ પ્રમાણે નજીકના ભવિષ્યમાં ઇન્ડિગોની સ્પર્ધાને કારણે પણ નુકસાન પહોંચી શકે છે. કારણે કે ઍર ઇન્ડિયા અને વિસ્તારાની ક્ષમતાઓમાં પણ વધારો થયો છે અને બંને તાતા ઍરલાઇન્સ વચ્ચેના વિલીનીકરણને પગલે બંને વચ્ચે તાલમેળ વધી શકે છે. ઍર ઇન્ડિયા અને વિસ્તારાના વિલય પછી દેશની ટોપ-2 ઍરલાઇન ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો પાસે કુલ અંદાજે 90% સ્થાનિક બજારની હિસ્સેદારી હશે પરંતુ ઇન્ડિગો સારી કિંમતોને કારણે ઍર ઇન્ડિયા કરતાં અગ્રક્રમે રાખે છે. આ નાણાકીય વર્ષ 2022-23માં નજીકના પ્રતિદ્વંદ્વી કરતાં 17% સારા માર્જિન સાથે સકારાત્મક એબિટા નોંધાવનારી એકમાત્ર ઍરલાઇન હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.