ઈન્ડિયન એરફોર્સ રેડ ફ્લેગ યુદ્ધાભ્યાસ 2024માં સામેલ:અમેરિકાના અલાસ્કામાં સિંગાપોર-જર્મનીની એરફોર્સ સાથે જોઈન્ટ એક્સરસાઈઝ કરવામાં આવી
ઈન્ડિયન એરફોર્સે અમેરિકાના અલાસ્કામાં યોજાયેલી એક્સરસાઇઝ રેડ ફ્લેગ 2024માં ભાગ લીધો હતો. આ એક્સરસાઈઝ 4 જૂનથી 14 જૂન દરમિયાન અલાસ્કાના ઇલસન એરફોર્સ બેઝ પર યોજાઈ હતી. અમેરિકા અને ભારત ઉપરાંત સિંગાપોર, બ્રિટન, નેધરલેન્ડ અને જર્મનીની એરફોર્સ પણ જોડાઈ હતી. એરફોર્સની ટુકડી 29 મેના રોજ જ અલાસ્કા જવા રવાના થઈ હતી. આ ટીમમાં રાફેલ ફાઈટર જેટ અને એર ક્રૂ તેમજ ટેકનિશિયન, એન્જિનિયર, કંટ્રોલર અને ફાઈટર જેટ એક્સપર્ટ સામેલ હતા. C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટનો ઉપયોગ રાફેલ અને ટીમના સભ્યોને અલાસ્કા લઈ જવા માટે કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.