૨૦૧૦થી ૨૦૧૯ સુધી સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારા વિશ્વના ૨૦ શહેરો પૈકી ૧૮ ભારતના
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭૨૦૧૦ થી ૨૦૧૯ સુધી પીએમ ૨.૫ પ્રદૂષણમાં સૌથી વધુ વૃદ્ધિ
વાળા ૨૦ શહેરોમાં ૧૮ શહેર ભારતના છે. અમેરિકા સ્થિત રીસર્ચ ઓર્ગેનાઇઝેશન હેલ્થ
ઇફેક્ટ ઓર્ગેનાઇઝેશન (એચઇઆઇ)એ પોતાના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપી છે. એચઆઇએએ વિશ્વના ૭૦૦૦થી વધુ શહેરોમાં અભ્યાસ કર્યા પછી
બુધવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. વાયુ પ્રદૂષણ અને વૈશ્વિક આરોગ્ય અસરોના
વ્યાપક અને વિસ્તૃત વિશ્લેષણને આધારે આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાં
દિલ્હીમાં પીએમ ૨.૫નો સરેરાશ સ્તર સૌથી વધારે છે. એર ક્વાલિટી એન્ડ હેલ્થ ઇન સિટીઝ
નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ક સ્ટડીમાં સામેલ કરાયેલા ૭૨૩૯ શહેરોમાંથી
પીએમ ૨.૫ પ્રદૂષણને કારણે ૨૦૧૯માં ૧૭ લાખ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત એશિયા,
આફ્રિકા અને પૂર્વ અને મધ્ય યુરોપના શહેરોમાં આરોગ્ય પર તેની સૌથી વધુ અસર
જોવા મળી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયામાં પીએમ ૨.૫
પ્રદૂષણમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. ચીનમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
સ્ટડીમાં સામેલ ૭૨૩૯ શહેરોમાં ૨૦૧૦થી ૨૦૧૯ સુધી પીએમ ૨.૫ પ્રદૂષણમાં સૌથી વધુ
વૃદ્ધિવાળા ૨૦ શહેરોમાં ૧૮ શહેર ભારતના છે. બે શહેર ઇન્ડોનેશિયાના છે. ૨૦૧૦ થી
૨૦૧૯ સુધી પીએમ ૨.૫ પ્રદૂષણમાં સૌથી વધુ ઘટાડાવાળા ૨૦ શહેર ચીનના છે. ૨૦૧૯માં સૌથી વધુ વસ્તીવાળા એવા શહેરો કે દજ્યાં પીએમ ૨.૫
પ્રદૂષણને કારણે સૌથી વધુ લોકો બિમાર પડયા તેવા ટોપ ટેન શહેરોમાં દિલ્હી અને
કોલકાતાનો સમાવેશ થાય છે.દિલ્હી અને કોલકાતામાં ૨૦૧૯માં પ્રતિ એક લાખની વસ્તી પર
અનુક્રમે ૧૦૬ અને ૯૯ લોકોનાં મોત પ્રદૂષણને કારણે થયા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.