હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે:ઈન્ડિયા કરતાં પાકિસ્તાન-નેપાળના લોકો વધુ ખુશ; ફિનલેન્ડ રેન્કિંગમાં ફરી નંબર 1
ફિનલેન્ડના લોકો ખૂબ ખુશ છે. વિશ્વનો આ સૌથી ખુશ દેશ સતત આઠમા વર્ષે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પોતાનો નંબર 1 રેન્કિંગ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ભારત માટે ફરી એકવાર ખરાબ સમાચાર છે. આ વખતે 147 દેશની આ યાદીમાં ભારત 118મા ક્રમે છે. ગયા વખતે ભારત આ યાદીમાં 126મા સ્થાને હતું. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ભારતથી ઉપર છે. 2025ની યાદીમાં તેને 109મું સ્થાન મળ્યું છે. નેપાળ પણ ભારતથી ઉપર છે, તેને 92મું સ્થાન મળ્યું છે. નોર્ડિક દેશોનો ટોપ પર કબજો
આ અહેવાલ ગુરુવાર, 20 માર્ચના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા ગેલપ અને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક સાથે ભાગીદારીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 147 દેશના લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલા ખુશ છે. સમાજમાં એકંદર સુખ માપવા માટે આરોગ્ય, સંપત્તિ, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારથી મુક્તિ સહિતનાં વિવિધ પરિબળો પર સવાલો પૂછવામાં આવ્યા હતા અને જવાબોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગેલપના સીઇઓ જોન ક્લિફ્ટને કહ્યું, ખુશી ફક્ત પૈસા કે વૃદ્ધિ વિશે નથી, એ વિશ્વાસ, જોડાણ અને લોકો તમને ટેકો આપશે એ જાણવા વિશે છે. જો આપણે મજબૂત સમાજ અને અર્થતંત્ર ઇચ્છતા હોઈએ તો ખરેખર એકબીજામાં જે મહત્ત્વનું છે એમાં રોકાણ કરવું જોઈએ. રિપોર્ટમાં ફિનલેન્ડ ટોચ પર રહ્યું
આ વર્ષે પણ હેપ્પીનેસના રિપોર્ટમાં ફિનલેન્ડ ટોચ પર રહ્યું. ત્યાર બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વીડન, નેધરલેન્ડ, કોસ્ટા રિકા, નોર્વે, ઇઝરાયલ, લક્ઝમબર્ગ અને મેક્સિકોનો ક્રમ આવે છે. અફઘાનિસ્તાન ઇન્ડેક્સમાં સૌથી નીચે છે. તેનાથી ઉપર સિએરા લિયોન, લેબનન, માલાવી, ઝિમ્બાબ્વે, બોત્સ્વાના, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યમન, કોમોરોસ અને લેસોથો છે. અમેરિકા 24મા ક્રમે છે, જે ગયા વર્ષ કરતાં એક સ્થાન નીચે છે. આ સર્વે 2012માં શરૂ થયો હતો અને એ સમયે અમેરિકા યાદીમાં 11મા સ્થાને હતું. ત્યારથી અમેરિકા સતત નીચે જઈ રહ્યું છે. ટોચના 20 ખુશ દેશો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
