વડોદરા: ઇકો કારના જ સાઇલેન્સરની ચોરીના વધતા બનાવ
વડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારવડોદરા શહેરમાં છાસવારે ઇકો કારના સાઇલેન્સરની ચોરીની ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે વડોદરાના અલગ અલગ પોલીસ મથકના ચોપડે 70 થી વધુ ગુના નોંધાય ચૂક્યા છે. ભોગ બનનાર ફરિયાદીને મોટાભાગના કિસ્સામાં હજુ સુધી ન્યાય મળ્યો નથી. પરિણામે આવી તસ્કર ટોળકીને મોકળું મેદાન મળ્યું છે. આ સમસ્યા માત્ર વડોદરા નહીં પરંતુ અન્ય શહેર જિલ્લામાં પણ છે.ગોરવા વિસ્તારમાં રહેતા કેતનભાઇ પટેલ સુભાનપુરા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવે છે. એક એપ્રિલના રોજ તેમણે સોસાયટીના કોમન પ્લોટમાં પોતાની ઇકો કાર પાર્ક કરી હતી. 7 એપ્રિલના રોજ ઇક્કો કારનું સાઇલેન્સર ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આજ દિન સુધી શોધખોળ કરવા છતાં સાઇલેન્સર મળી ન આવતા તેમણે ફરિયાદ નોંધાવી છે. તેવી જ રીતે ગોરવા વિસ્તારમાં રહેતા તેજસભાઈ અગ્રવાલ કન્સ્ટ્રક્શન એન્જિનિયર છે. છ જૂન ના રોજ તેમણે પોતાની ઇક્કો કાર ઘર નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. બીજા દિવસે સાયલેન્સર ચોરી થયાનું બહાર આવ્યું હતું. તેઓ સામાજિક કામ અર્થે બહારગામ ગયા હોવાથી ફરિયાદમાં વિલંબ થયો છે.ગ્રાહકોને આ સમસ્યામાંથી બહાર કાઢવા કંપનીએ ફેરફાર કરવા પડશેમારુતિ સુઝુકી કંપનીની ઇકો કારમાં સેફ્ટીનો અભાવ હોવાથી તસ્કરોને ફાવટ થઈ છે. ઘણી ઇકો કાર ચોરી થયા પછી આજ દિન સુધી મળી નથી. ખાસ કરીને, સાઇલેન્સર ખોલવાની બનાવટ ઇઝી હોવાથી તસ્કરો છાસવારે ઇકો કારના સાઇલેન્સર ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. કહેવાય છે કે ,વર્ષ 2020 બાદના ઇકો કારના મોડલમાં જે સાઇલેન્સર આવે છે તેનાથી એવરેજ અને પીકઅપમાં ફાયદો થાય તેવી ટેકનોલોજી છે. ઉપરાંત નવું સાઇલેન્સર 17,000 સુધી તેમજ જૂનું સાઇલેન્સર 10,000 સુધી વેચાણ થી મળી રહ્યું છે. જેના કારણે ઇકો કારના સાઇલેન્સરની ચોરી વધી રહી છે. ખરેખર આ બાબતે જરૂરી ફેરફારની જરૂર છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.