ટેક્સટાઈલ મશીનરી ભારતમાં બનાવવા વિદેશી એકમોને સરકારી પ્રોત્સાહન - At This Time

ટેક્સટાઈલ મશીનરી ભારતમાં બનાવવા વિદેશી એકમોને સરકારી પ્રોત્સાહન


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવારવિદેશના મશીન મેન્યુફેક્ચરર્સ ભારતમાં આવીને ટેક્સટાઈલ સેક્ટર માટેની મશીનરી તૈયાર કરે તે માટે વિદેશના ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર્સને પ્રોત્સાહન આપવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. વિદેશી કંપનીઓ ભારતમાં આવીને ટેક્સટાઈલની મશીનરી બનાવે તે માટે તેમને ભારતમાં ખેંચી લાવવા માટેના પ્રયાસો ભારત સરકાર કરશે. બીજીતરફ ટેક્સટાઈલની વેલ્યુચેઈનમાં આવતા અવરોધો દૂર કરીને ટેક્સટાઈલ ઉદ્યોગને વધુ ટકાઉ બનાવવા કેન્દ્ર સરકાર પગલાં લેવાની પણ કેન્દ્ર સરકારે ખાતરી આપી છેે.તેમ  જ મેગા ટેક્સટાઈલ પાર્ક સહિતની નીતિઓનો અમલ કરીને ભારત સરકારનું ટેક્સટાઈલ મંત્રાલય નવા આયોજનો અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. દિલ્હીમા ંયોજાયેલા ગાર્ટેક્સ પ્રોસેસ ભારતના ટેક્સટાઈલ અને રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું પણ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું. ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે અત્યારે કોઈ સૌથી મોટી જરૃરિયાત હોય તો તે નવસંસ્કરણની એટલે કે ઇન્નોવેશનની છે. ટેક્સટાઈલ, ગારમેન્ટ અને સ્ક્રિન પ્રિન્ટિંગ કરનારાઓ એકમેકના સહયોગમં કામ કરીને આ દિશામં મોટું યોગદાન આપી શકે છે. ગાર્ટેક્સ પ્રોસેસમાં ગુજરાતના ૭૦ એકમોએ ભાગ લીધોહતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.