વડોદરામાં વાહક જન્ય અને પાણીજન્ય રોગ ચાળાએ માથું ઊંચક્યું - At This Time

વડોદરામાં વાહક જન્ય અને પાણીજન્ય રોગ ચાળાએ માથું ઊંચક્યું


- શરદી, તાવ અને ખાંસીના કેસો વધ્યા- કોર્પોરેશન દ્વારા 28 સપ્ટેમ્બર સુધી આરોગ્ય લક્ષી કેમ્પ શરૂ કર્યાવડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારહાલ ચોમાસાની સિઝનમાં વાહક જન્ય અને પાણીજન્ય રોગ ચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ તો શરદી, તાવ, ખાસી, ઝાડા, કમળો અને ઝાડા ઉલટી નો વાવર વકર્યો છે ,ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આજથી આરોગ્ય લક્ષી કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના ચાર ઝોનમાં 250 થી વધુ ટીમો મૂકીને સર્વે કરવામાં આવી રહ્યો છે .તારીખ 2 થી 13 સુધીમાં આશરે 20 લાખની વસ્તીના કરેલા પાણીજન્ય રોગચાળાના સર્વેમાં 9641 ને ઝાડાના 55,575 અને તાવ તથા 462 ને ઝાડા ઉલટી ની તકલીફ જણાઈ હતી. પીવાના પાણી ના ક્લોરીનનો ટેસ્ટ કરાવતા 2960 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પાણી દૂષિત જણાયું હતું. 1.23 લાખ ઘરમાં મચ્છર પેદા થતા હોય તેવા સ્થળો મળ્યા હતા. લોકોના ઘરમાં પાણી ભરેલા કન્ટેનરોમાં મચ્છરોના પોરા મળતા તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. હાલ સિઝનલ ફ્લુના કેસો પણ વધી રહ્યા છે. કોર્પોરેશનની નિશુલ્ક આરોગ્ય તપાસ શિબિર તારીખ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તમામ 19 વહીવટી વોર્ડ ને આવરી લેવાશે. જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો દર્દીઓનો ચેકઅપ કરીને સ્થળ પર જ મફત દવા આપશે. સવારે 9:30 થી બપોરે 1 સુધી આ કેમ્પનો સમય રહેશે અને જ્યાં જરૂર જણાય ત્યાં બીજી વખત પણ આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે. વધુ તકલીફ જણાશે તેને આગળ રીફર કરવામાં આવશે, તેમ આરોગ્ય સમિતિના અધ્યક્ષનું કહેવું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.