શાળા પ્રવેશોત્સવ: વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 1 માં પ્રથમ દિવસે છોકરા કરતા છોકરીઓએ વધુ પ્રવેશ લીધો
- બાલવાડીઓમાં પણ પ્રવેશ લેવામાં છોકરીઓ આગળ નીકળી ગઈવડોદરા,તા.24 જુન 2022,શુક્રવારસમગ્ર રાજ્યમાં તારીખ 23 થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે. ત્રણ દિવસના આ પ્રવેશોત્સવમાં વડોદરા શહેરને જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ-1 માં છોકરા કરતા છોકરીઓએ વધુ પ્રવેશ લીધો છે. વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાઓ અને 79 બાલવાડીયોમાં ધોરણ 1માં પ્રથમ દિવસે 1723 માંથી 1,669 પ્રવેશ લીધો છે. જેમાં 789 છોકરા અને 880 છોકરીઓનો સમાવેશ થાય છે. આંગણવાડી અને બાલવાડીઓમાં 992 એ પ્રવેશ લીધો, તેમાં 471 છોકરા અને 521 છોકરીઓ છે. વડોદરા જિલ્લામાં પ્રવેશોત્સવના પ્રથમ દિવસે 350 ગામોને 367 શાળામાં ધોરણ 1માં કુલ 5037 એ પ્રવેશ લીધો હતો. જેમાં 2483 છોકરાઓ અને 2550 છોકરીઓ હતી. આમ, જિલ્લામાં પણ પ્રથમ દિવસે છોકરાઓ કરતાં છોકરીઓ આગળ નીકળી ગઈ હતી. 2107 ભૂલકાઓએ બાલવાડીમાં પ્રવેશ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.