અમીરગઢની બનાસનદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેતી થઈ
પાલનપુર,તા.13બનાસકાંઠાના ઉપરવાસમાં આવેલરાજસ્થાનમાં ભારે વરસાદના પગલે
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અમીરગઢ પાસેથી પસાર થતી
બનાસ નદીના નીર આવતા સ્થાનિકો સહીત ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતા
ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં ભારે
વરસાદના પગલે બનાસ નદીમાં હાલ ધીમે ધીમે નદી મા નીર આવી રહ્યા છે જોકે માલવ અમીરગઢ
પાસે બનાસ નદીમાં નીર આવતા આ વિસ્તારના પાણીના તળ ઊંચા આવવાની ખેડૂતોને આશા બંધાઈ
છે. બનાસકાંઠા જિલ્લામાં પણ હજુ એવરેજ ૨૯.૪ ટકા વરસાદ નોંધાયો છે જિલ્લા તળાવો ડેમો
ખાલી પડયા છે જો સારો વરસાદ થાય તો તળાવો ડેમો છલો છલ ભરાય જેથી કરીને જિલ્લા
ખેડૂતો આવનારી સીનાજ ની ખેતી કરી શકે જોકે અત્યારે જિલ્લા મા સારા વરસાદ ના પગલે
હાલ તો મોટાભાગ ના ખેડૂતો વાવણી કરી રહ્યા છે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી
જોવામાં મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે
બનાસકાંઠા જિલ્લો બનાસ નદી ઉપર આધારિત છે જો બનાસ નદીમાં નીર આવે તો આ વિસ્તારમાં
પાણીના તળો ઊંચા આવે અને ખેતીમાં ફાયદો થાય તેમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.