સુરતમાં કોરોના ગતિ યથાવત : નવા ૯૨ કેસ સામે ૧૨૬ દર્દીઓ સાજા થયા
- સિટીમાં
૭૩ અને જીલ્લામાં ૧૯ કેસ : એકટીવ કેસ ૬૪૧ થયાસુરત :સુરતમાં
શુક્રવારે કોરોનાની કહેર યથાવત રહેતા છેલ્લા ૨૪ કલાકમાં સિટીમાં કોરોનામાં ૭૩ અને જીલ્લામાં
૧૯ મળી નવા ૯૨ દર્દી સપડાયા છે. જયારે સિટીમાં
૮૬ અને જીલ્લામાં ૪૦ મળી ૧૨૬ દર્દીને રજા આપવામાં આવી છે.
આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં ૭૩ કેસ નોધાયો છે. જેમાં
સૌથી વધુ રાંદેરમાં ૧૯,અઠવામાં ૧૮, કતારગામમાં ૪, વરાછા
એમાં ૩, વરાછા બીમાં ૯, લિંબાયતમાં ૮,
સેન્ટ્રલમાં ૨, ઉધના એમાં ૮ અને ઉધના બી ઝોનમાં ૨ દર્દી ઝપેટમાં આવ્યા છે. જેમાં ત્રણ
ડોકટર, ચાર વિધાર્થી, ચાર બિઝનેસ કરનાર
વ્યકિત સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં ૮૮ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી
છે. સિટીમાં કુલ ૫૦૯ એકટીવ કેસ પૈકી ૨૧ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જોકે સિટીમાં
કોરોના સંક્રમિત થયેલા ૭૩ દર્દીમાં ફુલ વેકસીન એટલે બે ડોઝ લીધેલા ૬૭, પ્રિકોશન અથવા બુસ્ટોર ડોઝના ૨ અને એક પણ ડોઝ નહી લેનાર ૩ વ્યકિત છે. આ
ઉપરાંત સુરત જીલ્લામાં કોરોના કેસમાં નવા ૧૯ દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે
જીલ્લામાં ૪૦ દર્દી રજા આપવામાં આવી હતી. જોકે જીલ્લામાં કુલ ૧૩૨ એકટીવ કેસ છે.
જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૬૪૧ થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.