અમદાવાદ મ્યુનિ.ના મેલેરિયા વિભાગના ફીઝીકલ વેરીફીકેશનમાં, મચ્છરના ઉપદ્રવને ડામવા વપરાશમાં લેવાતા કેમિકલ-પાઉડર એકસપાર્યડ મળ્યા - At This Time

અમદાવાદ મ્યુનિ.ના મેલેરિયા વિભાગના ફીઝીકલ વેરીફીકેશનમાં, મચ્છરના ઉપદ્રવને ડામવા વપરાશમાં લેવાતા કેમિકલ-પાઉડર એકસપાર્યડ મળ્યા


અમદાવાદ,રવિવાર,28
ઓગસ્ટ,2022અમદાવાદમાં મચ્છરના ઉપદ્રવને ડામવા માટે વપરાશમાં લેવાતા
કેમિકસ અને પાઉડર ઓડિટ વિભાગ તરફથી મેલેરિયા વિભાગના કરવામાં આવેલા ફીઝીકલ
વેરીફીકેશન સમયે એકસપાર્યડ થયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા.૩.૫૦ લાખથી પણ વધુની
રકમના આ જથ્થાનો સમયસર કેમ નિકાલ કરવામાં આવ્યો એ અંગે ઓડિટ વિભાગ તરફથી માંગવામાં
આવેલ ખુલાસો આપવામાં આવ્યો નથી.ઈન્દ્રપુરી વોર્ડમાં તો કન્ટીજન્સી એકસપેન્સ બુકની
તપાસ કરાતા દરેક આઈટમ એક જ દિવસમાં વાપરી સ્ટોક નીલ કરી નાંખવામાં આવ્યો હોવાનો
ઘટસ્ફોટ થવા પામ્યો છે.સ્માર્ટ સીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં
એટલી હદે બેદરકારી જોવા મળી રહી છે કે,જે હેતુ માટે
જે તે વિભાગ તરફથી ખરીદી કરવામાં આવતી હોય છે એનો ઉપયોગ કરવાની તારીખ પસાર થઈ જાય છે.છતાં
પણ એકસપાર્યડ થયેલી ચીજોનો લાંબા સમય સુધી નિકાલ કરવામાં આવતો નથી.મ્યુનિસિપલ કોર્પોરેશનના
ઓડિટ વિભાગ તરફથી હેલ્થ-મેલેરિયા વિભાગમાં ઈન્દ્રપુરી ઉપરાંત દાણીલીમડા, વટવા ઉપરાંત નરોડા
વોર્ડમાં ફીઝીકલ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ.આ ફીઝીકલ વેરીફીકેશન સમયે મેલેરિયા વિભાગ
તરફથી શહેરના અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા જે ફોગીંગની કામગીરી
કરવામાં આવી રહી છે.એ કામ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ અને પાઉડર એકસપાર્યડ તારીખના
હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યુ છે.સ્ટોકમાં ઘટ જોવા મળી છે ઉપરાંત ડેડ સ્ટોક રજીસ્ટર
પણ રજૂ કરવામાં આવતા નથી.

માદા મચ્છર ઈંડા મુકે અને એ લાર્વા સ્ટેજમાં પહોંચે એ પહેલા
જ તેને ડામવા માટે એકવા-કે ઓથ્રાઈન,
આઈજીઆર પાઉડર, બીટીઆઈ
પાઉડર, સાયફ્રેનોથીન,વેકટાબેક, પાયરેથ્રમ ઉપરાંત
એકવાફોગ અને એસીએમ જેવી ચીજોનો જથ્થાને ઉપયોગમાં લેવાની તારીખ પસાર થઈ ગઈ હોવાછતાં
પણ મેલેરિયા વિભાગ દ્વારા નિકાલ કરાયો નહોતો.આ અંગે ઓડિટ ઓબ્જેકશનમાં ગંભીર નોંધ
મુકવામાં આવી છે.હેલ્થ- મેલેરિયા વિભાગના ઈન્દ્રપુરી વોર્ડમાં વર્ષ-૨૦૧૪-૧૫થી
૨૦૧૮-૧૯ સુધીના પાંચ વર્ષની કન્ટીજન્સી એકસપેન્સ બુકમાં દરેક ચીજ એક જ દિવસમાં
વાપરી નાંખવામાં આવી હોવાની વિગત બહાર આવી હોવાછતાં તંત્ર પાસે જવાબ માંગવાની
શાસકપક્ષમાં હીંમત જ ના હોય એમ દેખાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.