મહારાષ્ટ્રમાં શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાગુ નહીં થાય:ભલે ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરીને નીચે આવે; કોંગ્રેસે રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું, હવે સોમનાથ મંદિર પણ સોનાનું બનવાનું છે - At This Time

મહારાષ્ટ્રમાં શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાગુ નહીં થાય:ભલે ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરીને નીચે આવે; કોંગ્રેસે રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું, હવે સોમનાથ મંદિર પણ સોનાનું બનવાનું છે


ગૃહમંત્રી અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રના પરભણી, જલગાંવ અને ધુલેમાં ચૂંટણી રેલીઓ યોજી હતી. તેમણે કલમ 370, મુસ્લિમ અનામત અને રામ મંદિરના મુદ્દે ગાંધી પરિવારની ત્રણેય પેઢીઓને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું કે જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી નીચે ઉતરીને આવે તો પણ કલમ 370ફરીથી લાગુ નહીં થાય. શાહે વધુમાં કહ્યું- કોંગ્રેસે જાણીજોઈને રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું, હવે ગુજરાતનું સોમનાથ મંદિર પણ સોનાનું બનવાનું છે આ સાથે જ મુસ્લિમ ક્વોટા વિવાદ અંગે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની ચાર પેઢી ભલે માંગે તો પણ મુસ્લિમોને દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના હિસ્સાનું અનામત આપવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હારની આગાહી કરતા તેમણે કહ્યું કે સોનિયાજી, ધ્યાનમાં રાખો કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં 'રાહુલ એરક્રાફ્ટ' ફરી ક્રેશ થવાનું છે. અમિત શાહના ભાષણના 8 મુદ્દા... 1. મહાવિકાસ અઘાડી ઔરંગઝેબ ફેન ક્લબ છે
અમિત શાહે મહા વિકાસ આઘાડીને 'ઔરંગઝેબ ફેન ક્લબ' ગણાવી હતી. તેમણે કહ્યું કે મહાયુતિ સરકાર બહાદુર મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ અને સ્વતંત્રતા સેનાની વીર સાવરકરના આદર્શોને અનુસરે છે. 2. જો MVA સરકાર બનશે તો મહારાષ્ટ્ર કોંગ્રેસનું ATM બની જશે
જલગાંવ રેલીમાં શાહે કહ્યું કે જો MVA સરકાર બનશે તો મહારાષ્ટ્ર કોંગ્રેસનું ATM બની જશે. એમવીએ મહારાષ્ટ્રના સંસાધનોનો ઉપયોગ રાજ્યમાંથી ભંડોળ ઉપાડવા અને તેને દિલ્હી મોકલવા માટે કરશે. જ્યારે ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશે. 3. કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોર્યા
શાહે કહ્યું કે હાલમાં જ રાહુલે ચૂંટણી રેલીમાં બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપી લહેરાવી હતી. આ કોપી સાથે તેમણે સંસદમાં શપથ લીધા હતા. જ્યારે તે કોપી કેટલાક પત્રકારોના હાથમાં આવી ત્યારે તેના પાના કોરા હતા. નકલી બંધારણ બતાવીને રાહુલે લોકોનો વિશ્વાસ તોડ્યો અને બાબા સાહેબનું અપમાન કર્યું. રાહુલે કદાચ ક્યારેય બંધારણ વાંચ્યું પણ નહીં હોય. 4. કોંગ્રેસની રાજનીતિ જુઠ્ઠાણા પર આધારિત છે
શાહે કહ્યું કે 2004થી 2014 વચ્ચે સોનિયા-મનમોહન સરકારે વોટ બેંકની રાજનીતિને કારણે નક્સલવાદ સામે પગલાં લીધાં નહોતા. કોંગ્રેસનું સમગ્ર રાજકારણ જુઠ્ઠાણા પર આધારિત છે. કોંગ્રેસનું કહેવું છે કે 2022માં મહાયુતિની સરકાર બન્યા બાદ રાજ્યમાં રોકાણમાં ઘટાડો થયો છે, જ્યારે સત્ય એ છે કે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિદેશી રોકાણમાં નંબર-1 બની ગયું છે. 5. પીએમ મોદીની ગેરંટી પાકી છે
અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની ગેરંટી પાકી છે. જ્યારે કોંગ્રેસ પોતાના ચૂંટણી વચનોથી પાછીપાની કરી રહી છે. તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં આવું થઈ રહ્યું છે. 6. શરદ પવાર મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ન અપાવી શક્યા
એનસીપી (એસપી)ના વડા શરદ પવાર પર નિશાન સાધતા શાહે કહ્યું કે ભલે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા અને ઘણા વર્ષો સુધી કેન્દ્રીય મંત્રી પણ રહ્યા, તેમણે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે કંઈ કર્યું નથી. 7. રાહુલ નામનું પ્લેન 20 વખત લોન્ચ થયું અને ક્રેશ થયું
પરભણીના જીંતુરમાં અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફરી હારવાના છે. સોનિયાજીએ રાહુલ બાબા નામના પ્લેનને 20 વખત લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો અને તે 20 વખત ક્રેશ થયું. હવે ફરી 21મી વખત આ પ્લેનને મહારાષ્ટ્રમાં લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોનિયા જી, તમારું 'રાહુલ પ્લેન' 21મી વખત પણ ક્રેશ થશે. 8. કોંગ્રેસે જાણીજોઈને રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું
શાહે કહ્યું કે કોંગ્રેસે જાણી જોઈને રામ મંદિરનું નિર્માણ થવા દીધું નથી. પીએમ મોદીએ રામ મંદિરનું નિર્માણ કરાવ્યું અને કાશી વિશ્વનાથ મંદિરનો કોરિડોર જે ઔરંગઝેબે તોડી પાડ્યો હતો. હવે તમે, ગુજરાત માટે તૈયાર રહો કારણ કે સોમનાથ મંદિર પણ સોનાનું બનવાનું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.