લખતરમાં પાંજળાપોળથી પોસ્ટ ઓફિસ સુધી કાદવ કીચડ
- તાકિદે સફાઈ કરાવે તેવી તંત્ર સમક્ષ માગણી- રાહદારીઓ અને રહીશો ત્રસ્ત : શહેરવાસીઓને રોગચાળાનો ભય લખતર : લખતર શહેરમાં બે દિવસ પહેલા ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરની સોસાયટીઓ, શેરીઓ,મુખ્ય માર્ગો ઉપર ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે. જેને કારણે રહીશો અને રાહદારીઓને ચાલવું મશ્કેેલ બન્યું છે. જેથી રહીશોએ તંત્ર પ્રત્યે રોષ ઠલાવ્યો હતો.શહેરના મસ્જિદ ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. જયારે પોસ્ટ ઓફિસથી પાંજળાપોળ સુધીના માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. આ રોડ કબ્રસ્તાન, સ્મશાન જવા માટેનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે ત્યારે શહેરના પાંજળાપોળ, ઉભો ખાળિયો, નાના રામજી મંદિર પાછળની શેરી, લક્ષ્મીપરા શેરી, મફતિયાપરા, કેન્ટીંગપરા, ભૈરવપરા, કાજીશેરી, સહિતના અનેક વિસ્તારોમાં જ્યા જુઓ ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય જ જોવા મળી રહયું છે. રહીશોને ઘરની બહાર નીકળવું કપરૃ બન્યું હોઇ એવા વરસાદના પાણીના કારણે કાદવ કીચડથી તરબતર જોવા મળે છે. રહીશો દ્વારા સ્થાનિક તંત્રમાં અવાર નવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતું હોવાની હૈયા વરાળો ઠાલવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.