ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છમાં 3 કરોડના ઇઝરાયલી વાહનથી પહેરેદારી મોંઘી પડતી હતી, બીએસએફએ જુગાડ કરી 15 લાખમાં ‘રણવીર’ બનાવ્યું - At This Time

ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છમાં 3 કરોડના ઇઝરાયલી વાહનથી પહેરેદારી મોંઘી પડતી હતી, બીએસએફએ જુગાડ કરી 15 લાખમાં ‘રણવીર’ બનાવ્યું


કચ્છ જિલ્લામાં રણ વિસ્તારમાં આવેલી પાકિસ્તાન સીમા પર પહેરેદારી કરવા માટે 3 કરોડ રૂપિયાનાં ઇઝરાયલી વાહનનો ઉપયોગ થઈ રહ્યો છે. એ જ કામ કરવા માટે ગ્વાલિયર બીએસએફની કેન્દ્રીય મોટર ગાડી પ્રશિક્ષણ સ્કૂલે માત્ર 15 લાખ રૂપિયા અને જુગાડ કરી રણવીર (ઓલ ટેરેન વ્હીકલ) તૈયાર કર્યું છે. જેને સીમા પર તૈનાત પણ કરી દેવાયું છે. ઇઝરાયલી વાહનનો ચાર વર્ષનો જાળવણી ખર્ચ દોઢ કરોડ રૂપિયા હતો. ગ્લાલિયરના બીએસએફને જુગાડ વાહન તૈયાર કરવાનો આદેશ અપાયો છે. રણવીરનો પાવર હજુ વધશે
કચ્છના રણના કીચડવાળા સીમા ક્ષેત્રમાં તૈનાત 3 કરોડના ઇઝરાયલી વાહનોનું મેન્ટેનન્સ ચાર વર્ષમાં આશરે દોઢ કરોડ હતું. એવામાં ગ્વાલિયર બીએસએફનું 15 લાખનું રણવીર ઘણું વાજબી સાબિત થઈ રહ્યું છે. જેમાં ત્રણ લોકો બેસીને પેટ્રોલિંગ કરી શકે છે. રણવીરનો કેમેરો નિર્ધારિત રેન્જ પોસ્ટ સુધી સંપર્ક જાળવે છે
કેન્દ્રીય મોટર ગાડી પ્રશિક્ષણ સ્કૂલ બીએસએફ દ્વારા કચ્છની કીચડવાળી સીમા પર પહેરેદારી માટે બનાવાયેલા રણવીરનું વજન 800 કિલો છે. રોલ કેઝ ડિઝાઇનવાળા આ ઓલ ટેરેન વ્હીકલમાં લાૅ પ્રેશર ટાયર લાગેલાં છે. આ ટાયર નીચેથી ઊંટના પગ જેવા રહે છે. જેથી કાદવમાં ફસાતા નથી. 999 સીસી એન્જિનમાં ત્વરિત ટોર્ક પ્રેશર બને છે, જેથી કીચડમાં ફસાવાનું જોખમ નથી રહેતું. રણવીરમાં ઉપર કેમેરો પણ લાગેલો છે. આ કેમેરાની મદદથી રણવીર એક નક્કી કરેલી રેન્જ સુધી પોસ્ટના સંપર્કમાં રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.