કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ થયું:સેલ્સ ટેક્સમાં વધારાથી કિંમતોમાં વધારો થયો, બેંગલુરુમાં પેટ્રોલ 99.84 અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લિટર થયું - At This Time

કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ થયું:સેલ્સ ટેક્સમાં વધારાથી કિંમતોમાં વધારો થયો, બેંગલુરુમાં પેટ્રોલ 99.84 અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લિટર થયું


કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 'કર્ણાટક સેલ્સ ટેક્સ' (KST)માં સુધારા પછી થયો છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર KST 25.92% થી વધારી 29.84% અને ડીઝલ પર 14.3% થી વધારીને 18.4% કરવામાં આવ્યો છે. આ વધારા બાદ બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 85.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે
અન્ય સ્થળોની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ભોપાલમાં પેટ્રોલ 106.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર છે. મહારાષ્ટ્રમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ
ભારતમાં સૌથી મોંઘુ ઈંધણ મહારાષ્ટ્રના પરભણીમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 107.33 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.74 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 106.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 91.60 રૂપિયા પ્રતિ લીટર છે. પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલની કિંમત 82.42 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 78.01 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.