ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહુએ વોર કેબિનેટનું વિસર્જન કર્યું:હમાસના હુમલા પછી બનાવવામાં આવી હતી, નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ અંગેના મારા અનેક નિર્ણયોથી સેના સાથે મતભેદ છે - At This Time

ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહુએ વોર કેબિનેટનું વિસર્જન કર્યું:હમાસના હુમલા પછી બનાવવામાં આવી હતી, નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ અંગેના મારા અનેક નિર્ણયોથી સેના સાથે મતભેદ છે


ઇઝરાયલમાં PM બેન્જામિન નેતન્યાહુએ વોર કેબિનેટનું વિસર્જન કર્યું છે. આ કેબિનેટની રચના 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા બાદ કરવામાં આવી હતી. તેમાં 6 સભ્યો હતા. આ કેબિનેટ યુદ્ધ દરમિયાન ઇઝરાયલની સુરક્ષા સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે જવાબદાર હતી. નેતન્યાહૂએ કેબિનેટ બેઠકમાં આ માહિતી આપી હતી. નેતન્યાહુના નેતૃત્વમાં રચાયેલી વોર કેબિનેટમાં ઘણા સમયથી મતભેદો હતા. આ કારણે કેબિનેટ સભ્ય બેની ગેન્ટ્ઝે પણ રાજીનામું આપી દીધું છે. તેમણે આનું કારણ ગાઝા યુદ્ધમાં હોસ્ટેજ ડીલ મામલે પીએમ નેતન્યાહૂના ખોટા વલણને ​​​​​​​જવાબદાર ગણાવ્યું છે. ગેન્ટ્ઝે આરોપ લગાવ્યો હતો કે નેતન્યાહુના કારણે હમાસનો ખાતમો થઈ શકતો નથી. એટલા માટે તેઓ વોર કેબિનેટ છોડી રહ્યા છે. નેતન્યાહુની ગઠબંધન સરકારમાં સામેલ કટ્ટરપંથી પક્ષોના નેતાઓ નવી વોર કેબિનેટની માંગ કરી રહ્યા છે. બેન ગ્વિરનો સમાવેશ કરવાની માંગણી છે. ગ્વિર હાલમાં ઇઝરાયલના આંતરિક સુરક્ષા મંત્રી છે. તેના પર પેલેસ્ટાઈન વિરોધી હોવાનો આરોપ છે. જાણો કોણ છે બેન ગ્વિર... બેન-ગ્વિર મુસ્લિમોની હત્યા કરનારાઓની કબર પર ગયા હતા
બેન-ગ્વિર નેતન્યાહુ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી છે. બેન-ગ્વિર ઇઝરાયલના સૌથી વિવાદાસ્પદ નેતાઓમાંના એક છે. તે ઇઝરાયલની દૂર-જમણી પાર્ટી રિલિજિયસ ઝિઓનિસ્ટ સાથે સંબંધ ધરાવે છે. બેન-ગ્વિર કટ્ટરપંથી યહૂદી નેતા માએર કહાનેની કહાનિસ્ટ વિચારધારાને અનુસરે છે. બેન-ગ્વિર મીર કહાનેને ધાર્મિક વ્યક્તિ માને છે. તેમની કહાનિસ્ટ વિચારધારા માને છે કે ઇઝરાયલમાં બિન-યહૂદીઓને પણ મત આપવાનો અધિકાર હોવો જોઈએ નહીં. કહાને સંગઠન આરબો અને મુસ્લિમોને યહૂદી સમુદાય અને ઇઝરાયલના દુશ્મન માને છે. ન્યૂ યોર્કર મેગેઝિન અનુસાર, મીર કહાને કહેતા હતા કે, 'અરબો કૂતરા છે, તેઓ કાં તો શાંતિથી બેસી રહે અથવા તો ચાલ્યા જાય. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, જ્યારે બેન-ગ્વિર માત્ર 15 વર્ષના હતો, ત્યારે તેણે તત્કાલિન વડાપ્રધાન યિત્ઝાક રાબિનની કારના આગળના ભાગમાંથી એક પ્રતીક ચોરી લીધું હતું. આ પછી બેન-ગ્વિરે મીડિયાના કેમેરામાં કહ્યું કે અમે જે રીતે રાબિનની કાર સુધી પહોંચ્યા છીએ એ જ રીતે તેના સુધી પહોંચીશું. થોડા અઠવાડિયા પછી, પૂર્વ રાષ્ટ્રપતિ યિત્ઝાક રાબિનની એક કટ્ટરપંથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોર યિત્ઝાકનું પેલેસ્ટિનિયનો સાથે શાંતિ કરાર કરવાથી નારાજ હતા. બેન-ગ્વિર હત્યા સાથે જોડાયેલો ન હોવા છતાં, તેણે હત્યારાની મુક્તિ માટેની ઝુંબેશમાં ભાગ લીધો હતો. તે કહાનેની પાર્ટીમાં સામેલ હતો. જો કે, 1988માં પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 1994માં કહાનેના એક સમર્થક બરુચ ગોલ્ડસ્ટીને 29 મુસ્લિમોની હત્યા કરી હતી. આ પછી અમેરિકા, ઇઝરાયલ અને યુરોપિયન યુનિયને કહાને પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બેન-ગ્વિર બારુકના મોટા પ્રશંસક છે અને તેમના ઘરમાં તેમની તસવીર લટકાવી રાખે છે. તે તેની પત્ની સાથે તેની પ્રથમ ડેટ પર ગોલ્ડસ્ટીનની કબર પર ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.